અમેરિકાના પ્રમુખ પદની સ્પર્ધામાં નામાંકન-પત્ર ભર્યા પછી હજી સુધી હેરિસે એક પણ પત્રકાર પરિષદ ભરી નથી, તેથી કેવિન ધૂંધવાયા છે
Washington,તા.30
જો બાયડને પ્રમુખ પદની સ્પર્ધામાંથી ખસી જઈ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદની સ્પર્ધામાં ઉમેદવાર તરીકે રજૂ કર્યા પછી હજી સુધી કમલા હેરિસે એક પણ પત્રકાર પરિષદને સંબોધન કર્યું ન હોવાથી શાર્ક ટેન્કના કેવિન ઓ લેરી ખરેખરા ધૂંધવાયા છે.
તેઓએ કહ્યું, હજી સુધી કોઈ તેવા પ્રમુખ પદ માટેના સ્પર્ધકને મેં જોયા નથી કે જેઓ પ્રમુખ પદની સ્પર્ધામાં ઉમેદવાર તરીકે નિશ્ચિત થઈ ગયા હોય તેમ છતાં હજી સુધી એક પણ પત્રકાર પરિષદને સંબોધન ન કર્યું હોય. તેઓએ વધુમાં કહ્યું કે, સ્પર્ધકને (પ્રી-પોલના) આંકડાઓની દ્રષ્ટિએ પાછળ પછી પ્રમુખ પદના દરેકે દરેક ઉમેદવારે તો સારા કે ખરાબ તમામ સમયે પત્રકારને સંબોધન કર્યું જ હતું. આથી કમલા માટે પણ પત્રકારને સંબોધવાનો સમય તો ક્યારનોય આવી ગયો છે.
ઓ’લીઅરીએ વધુમાં કહ્યું હતું કે તેમની જેવા રોકાણકારો અને સ્વિંગ સ્ટેટસના મતદારો હેરિસ પાસેથી કેટલાક ઉત્તરો માગે છે. પરંતુ તેણે કશું જ કહેવાની ના કહી દીધી છે. પરંતુ મારે તેઓની નીતિઓ વિષે સ્પષ્ટતા જોઈએ છે, કારણ કે તે નીતિઓના આધારે તો હું રોકાણ કરવાનો છું.
ઓ લીઅરી ઓલીયરી વેન્ચર્સના ચેરમેન છે અને શાર્ક ટેન્કના વિખ્યાત રોકાણકાર છે. તેઓએ કહ્યું : મારે પ્રશ્નો છે પરંતુ મને તેના જવાબો મળતા નથી. હું કોઇ અતાર્કિત વાત તો કરતો નથી. આ સાથે તેઓએ કમલા હેરિસને ખુલ્લો પડકાર આપતાં કહ્યું, મેદાનમાં આવો, જયાં હો તેથી મેદાનમાં આવો અને પ્રેસનો સામનો કરો- કોઇ બહાના નહીં ચાલે.
જો કે હેરિસે હજી સુધી તેનો કોઇ ઉત્તર આપ્યો નથી.