Khatron Ke Khiladi ના કન્ટેસ્ટન્ટ અભિષેક કુમારે તેના નામે થતાં સ્કેમને ઉઘાડું પાડયુ

Share:

અભિષેક કુમારે વિડિયોમાં આ મામલે પોલીસ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું

Mumbai,તા.29

ખતરોં કે ખિલાડી ૧૪ના સ્પર્ધક અભિષેક કુમારે એક વિડિયો રજૂ કરી તેના ચાહકોને તેના નામે થઇ રહેલાં કૌભાંંડ સામે ચેતવ્યા છે. અભિષેક દ્વારા વિડિયો બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ તેના નામે નાણાં પડાવવાનું કૌભાંડ કરી રહ્યો છે. અભિષેકે વિડિયોમાં આ શખ્સનું નામ તથા નંબર પણ જણાવ્યા છે જેથી તેના ચાહકો તેના નામે થતાં કૌભાંડથી બચી શકે.

અભિષેકે ઇન્સ્ટા પર વિડિયો મુકી જણાવ્યું છે કે મારા વિશે તમામ માહિતી ધરાવતો શિવમ સૈની નામનો શખ્સ મારા પરિચિતોને ફોન કરી એમ જણાવે છે કે તેનું ગૂગલ પ્લે ચાલતું નથી તો તમે મને ૧૦,૦૦૦ રૂપિયા મોકલાવો, જે હું તમને કાલે પાછાં આપી દઇશ. અભિષેકે જણાવ્યું હતું કે તે એકવાર અગાઉ આ શખ્સ સામે કેસ કરી ચૂક્યો છે અને તેણે એ પછી આ ધંધા બંધ કરી દીધાં હતા. પણ તેણે હવે ફરી આ છેતરવાના ધંધા શરૂ કર્યા છે.

જેથી મારે બધાંને એલર્ટ કરવા પડયા છે. આ વખતે પણ અભિષેકના પાપાએ આ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અભિષેકે આ મામલે વિડિયોમાં પોલીસ ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું

Leave a comment

Your email address will not be published. Required fields are marked *