Priyanka એ ભાઇ સિદ્ધાર્થની નીલમ ઉપાધ્યાય સાથે સગાઇ થતાં આશિર્વાદ આપ્યા

Share:

સિદ્ધાર્થ અને નીલમે ચરણસ્પર્શ કરતાં પ્રિયંકાએ આશિર્વાદ આપ્યા

Mumbai,તા.29

તાજેતરમાં પ્રિયંકા ચોપડા મુંબઇ એરપોર્ટ પર અચાનક દેખાતાં બધાને આશ્ચર્ય થયું હતું કે આ ઇન્ટરનેશનલ સ્ટાર અચાનક કેંમ મુંબઇ પધારી હશે. પણ હવે અનાયાસે વાઇરલ થયલાં એક વિડિયોને પગલે પ્રિયંકાનું મુંબઇ મુલાકાતનું રહસ્ય ખૂલી ગયું છે.

વાત એમ છે કે પ્રિયંકા તેના ભાઇ સિદ્ધાર્થ ચોપડાના અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે થયેલી સગાઇમાં ભાગ લેવા આવી છે. વાઇરલ થયેલાં વિડિયોમાં પ્રિયંકાનો ભાઇ સિદ્ધાર્થ ચોપડા અને નીલમ ઉપાધ્યાય એકમેકને વીટી પહેરાવતાં દેખાય છે. એ પછી બંને જણાં પ્રિયંકાના પગે પડી તેના આશિર્વાદ પણ મેળવતાં જણાય છે.

આ વિડિયો રીના ચોપડાએ ઇન્ટરનેટ પર શેર કર્યો હતો પણ તેને તરત જ ડિલિટ કરવામાં આવ્યો હતો. પણ ત્યાં સુધીમાં તો વિડિયો વાઇરલ થઇ ચૂક્યો હતો. આમ, પ્રિયંકાની મુંબઇ મુલાકાતનું રહસ્ય અનાયાસે ખૂલી ગયું છે.

આ વિડિયોમાં પ્રિયંકાની માસી અને પરિણતીની મા રીનાચોપડા સહિત આખો ચોપડા પરિવાર દેખાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *