Ayushmann Khurrana એ સૌરવ ગાંગુલીની બાયોપિક છોડી દીધી

Share:

આ વર્ષના અંતે શૂટિંગ શરૂ થવાનું અનિશ્ચિત 

હવે સ્પોર્ટસ બાયોપિકનો ટ્રેન્ડ નહિ રહ્યો હોવાનું જણાવી ફિલ્મમાં કામ કરવા ઈનકાર

Mumbai,તા.29

આયુષ્યમાન ખુરાનાએ સૌરવ ગાંગુલીની બાયોપિક છોડી દીધી છે. હવે સ્પોર્ટસ બાયોપિક ચાલતી નથી અને તેનો ટ્રેન્ડ પૂરો થઈ ગયો છે તેમ કહી તેણે આ નિર્ણય કર્યાનું જાણવા મળે છે.

૨૦૨૧થી આયુષ્માન ખુરાના લવ રંજન સાથે સૌરવ ગાંગુલીની બાયોપિકની ચર્ચા કરી રહ્યો હતો. અભિનેતાએ રૂપેરી પડદા પર સૌરવ ગાંગુલીની બાયોપિકમાં કામ કરવા બદલ ઉત્સાહ દેખાડયો હતો. ૨૦૨૪ના અંતમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે  તે  પહેલાં જ તેણે ઈનકાર કરી દેતાં શૂટિંગ શિડયૂલ ખોરવાય તેવી સંભાવના છે.

આયુષ્માને તારીખોનું પણ બહાનું કાઢ્યું હોવાનું કહેવાય છે. આ બાયોપિક માટે તેણે ક્રિકેટની ટ્રેનિંગ લેવામાં પણ ખાસ્સા દિવસો આપવા પડે તેમ હતા.

આયુષ્માન પાસે દિનેશ વિઝન તથા કરણ જોહર સહિતના નિર્માતાઓની ફિલ્મો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *