Anant Ambani and Radhika Merchant ના લગ્ન પર ફિલ્મ, અમિતાભ બચ્ચને અવાજ આપ્યો

Share:

Mumbai,તા.૧૮

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાં લગ્નને લઈ નવી નવી અપટેડ સામે આવી રહી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અનંત અને રાધિકાના લગ્ન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

આ ફિલ્મ બીજું કોઈ નહિ પરંતુ શાહરુખ ખાનની ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલીએ બનાવી છે આ ફિલ્મને શુભ આશીર્વાદ સેરમની દરમિયાન દેખાડવામાં આવી હતી.

એક યુટ્યુબરે પોતાના પોડકાસ્ટમાં આ વિશે જણાવ્યું છે, તેમણે કહ્યું કે, લગ્નના બીજા દિવસે ૧૦ મિનિટની ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ડાયરેક્ટર એટલીએ બનાવી હતી. તે એક એનિમેટેડ ફિલ્મ હતી, આ ફિલ્મનો વોઈસઓવર અમિતાભ બચ્ચને આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અનંત- રાધિકાના લગ્ન ૧૨ જુલાઈના રોજ થયા છે. આ શાહી લગ્નમાં માત્ર બોલિવુડ સ્ટાર જ નહિ પરંતુ ક્રિકેટર,બિઝનેસમેન, પોલિટિશિયન સહિત વિદેશી મહેમાનો પણ આવ્યા હતા.

તેમના ગ્રાન્ડ વેડિંગની હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ચર્ચા થઈ રહી છે. લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર આવ્યા હતા. જ્યાં પણ બંનેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *