યથાવત્…!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં સપ્તાહ દરમિયાન સતત તેજીનો માહોલ જોવા મળ્યો હતો.અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ શુક્રવારે જેકસન હોલ સિમ્પોસિયમ ખાતે વ્યાજ દરમાં ઘટાડા સંદર્ભે વધુ સંકેત આપશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.આ ઉપરાંત અમેરિકામાં વર્તમાન સપ્તાહમાં જાહેર થનારા બેરોજગારીના આંક તથા પીએમઆઈ ડેટા પર પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નજર રહેલી છે. અમેરિકાનો ફુગાવો ૩ વર્ષના તળિયે નોંધાતા આગામી સપ્ટેમ્બરથી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટવાની શક્યતા પ્રબળ બની છે. જેનો ટેકો ઈક્વિટી બજારને મળ્યો છે.અમેરિકી, યુરોપ અને એશિયન બજારોમાં સુધારો નોંધાયો છે.
અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ બેઠકની આવેલી મિનિટસમાં આવતા મહિને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા જોરદાર સંકેત મળતા અને ઘરઆંગણે ખરીફ વાવણીની કામગીરી પૂરી થવાની તૈયારીમાં છે અને પાકપાણી સારા ઊતરવાની અપેક્ષાએ શેરબજારમાં પોઝિટિવ માનસ ટકાવી રાખ્યું હતું. મુખ્ય ઈન્ડાઈસિસની આગેકૂચ જારી રહી હતી. સેન્સેકસે ફરી ૮૧૦૦૦ ની સપાટી કુદાવી હતી.વ્યાજ દરમાં ઘટાડાના કિસ્સામાં દેશની આઈટી કંપનીઓને વેપારમાં લાભ થવાની ગણતરી મુકાઈ રહી છે.
સ્મોલ કેપ શેરોમાં આક્રમક તેજીના તોફાન સાથે મિડ કેપ,રોકડાના અન્ય શેરોમાં પણ લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજીના પરિણામે ઘણા શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ વધારો થયો હતો. રોકાણકારોની મૂડી છેલ્લા બે દિવસમાં ૪ લાખ કરોડ વધી છે. આ સાથે અમેરિકી અર્થતંત્રમાં મંદીનું જોખમ હાલ તુરત હળવું થયાના અહેવાલ અને નાસ્દાકમાં તેજી વચ્ચે સતત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડો તેજીમાં રહ્યા હતા.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમોમાં રોકડનો નોંધપાત્ર પ્રવાહ જોવા મળ્યો હતો. એનએફઓમાં મજબૂત રોકાણને કારણે પણ કેશ લિક્વિડિટીનું સ્તર ઊંચું રહ્યું છે.મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સપ્લાયને જોતા અનિવાર્યતા સંપૂર્ણપણે બજારમાં ઉતરવાની અને તમામ ઈન્ફલો ઈન્વેસ્ટ કરી દેવાની છે પરંતુ અનિશ્ચિતતા અને ઓવર વેલ્યુએશનના કિસ્સામાં રોકડ જાળવી રાખવી જ સલાહભરી બાબત છે. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપમાં લગભગ એક વર્ષથી વેલ્યુએશનની ચિંતા છે પરંતુ ઇક્વિટી ફંડ સ્કીમોમાં સતત મજબૂત નાણાપ્રવાહ જોવા મળી રહ્યો છે અને મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પણ આ રોકાણ સતત બજારમાં ઠલવાતા દલાલ સ્ટ્રીટમાં અવિરત તેજીનો માહોલ જ છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પાસેથી મોટા સમાચાર મળ્યા છે. હવે લોકોને ક્લેમ સેટલમેન્ટમાં કોઈપણ સમસ્યા કે, અડચણોનો સામનો કરવો પડશે નહીં. કારણકે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નવી આઈટી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. નવી આઈટી સિસ્ટમ ૨.૦૧ લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (એઈપીએફઓ) આગામી ત્રણ મહિનામાં નવી આઈટી સિસ્ટમ પર ટ્રાન્સફર થશે. ત્યારબાદ ક્લેમ કરનારા અને બેલેન્સ ચેક જેવી ચીજો વધુ સરળ બનશે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી,તેમજ ૨૨ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૪.૩૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી,તેમજ ૨૨ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૨૫૩૦.૨૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તેનાથી ભારતમાં પણ આઈટી સિવાયના ઘણા ક્ષેત્રોને અસર થઈ શકે છે.ખરેખર તો અમેરિકામાં કેટલાક મુખ્ય આર્થિક સૂચકાંક મંદીના સંકેત આપી રહ્યા છે.જાન્યુઆરીના નીચા સ્તરેથી બેરોજગારીના દાવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને જુલાઈમાં બેરોજગારીનો દર વધીને ૪.૩%ની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ૯ મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે.
આ દરમિયાન અમેરિકન અર્થતંત્રે મંદીમાંથી રિકવરીના સંકેતો પણ દર્શાવ્યા છે,જેમાંથી મુખ્ય છે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિના અંદાજમાં ૨.૬% થી ૨.૯% નો વધારો, પગાર વધારો ફુગાવાના દર કરતાં વધુ હોવો અને ઘરની કિંમતોમાં પણ વધારો થવો એટલે કે એકંદરે જોવામાં આવે તો અમેરિકન અર્થવ્યવસ્થા મિશ્ર સંકેતો આપી રહી છે જેના કારણે ત્યાંની આર્થિક નબળાઈ મંદીમાં ફેરવાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. દરમિયાન સંભવિત મંદીના ડરથી અમેરિકન શેરબજારોમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી.યુએસ ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ બજારની અપેક્ષાઓ વધી છે.
પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે.આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે.આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસિ્થતિ વધુ પડકારજનક બનશે.આ સાથે, અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે. જો કે, આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક રહેશે.આવી સ્થિતિમાં સ્થાનિક માંગ, મોટી નિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિ ચોક્કસપણે ભારતને મંદીમાં જતાં અટકાવી શકે છે.
બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧) એસીસી લિ. (૨૩૨૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૨૨૮૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક રૂા.૨૩૪૭ થી રૂા.૨૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર) આઇસીઆઇસીઆઇ બેન્ક (૧૨૦૨)ઃ આ સ્ટોક રૂા. ૧૧૮૦ નો પ્રથમ અને રૂા.૧૧૬૩ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૨૨૩ થી રૂા.૧૨૩૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!
(૩) ગુજરાત ગેસ (૫૯૪) : ૧૨૫૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૫૮૦ નો પ્રથમ તેમજ રૂા.૫૬૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! કઙૠ/ઈગૠ/ઙગૠ/કગૠ સપ્લાયર સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૬૦૬ થી રૂા.૬૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) ટીવીએસ મોટર (૨૭૭૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૮૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૮૨૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૭૪૪ થી રૂા.૨૭૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૮૪૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ) ઓરબિન્દો ફાર્મા (૧૫૩૬) : રૂા.૧૫૬૦ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા. ૧૫૭૮ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૫૦૮ થી રૂા.૧૪૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬) એચડીએફસી લાઇફ (૭૨૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૭૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૭૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૭૦૭ થી રૂા.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૬૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) જીનસ પાવર ઇન્ફ્રા. (૪૩૨) : અ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૯૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૪૪૮ થી રૂા.૪૬૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) અદાણી વિલ્મર (૩૮૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૬૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૪૯૪ થી રૂા.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ઇલેકટ્રોનિક માર્ટ (૨૧૬) : રૂા.૨૦૬ નો પ્રથમ તેમજ રૂા.૧૯૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૨૩૭ થી રૂા.૨૫૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪) થોમસ કૂક (૨૦૪) : ટુર, ટ્રાવેલ રીલેટેડ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૧૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫) જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ (૨૧૬) : રૂા.૨૦૨ નો પ્રથમ તેમજ રૂા.૧૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬) કેપરી ગ્લબોલ (૨૦૪) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૨૩ થી રૂા.૨૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) વેલસ્પન ઇન્ડિયા (૧૯૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૭૬ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૨૧૩ થી રૂા.૨૨૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮) સીઇએસસી લિ. (૧૯૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેડ પાવર યુટિલિટીઝ સેકટરનો આ સ્ટોક રૂા.૧૭૮ આસપાસ રોકાણકારે રૂા.૨૦૩ થી રૂા.૨૧૩ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૭૦ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)ટેકસમો પાઇપ્સ (૭૦) : પ્લાસ્ટિક પ્રોડકટસ ઇન્ડસ્ટ્રીયલ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૭૮ થી રૂા.૮૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૬૩ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨) આઇએફસીઆઇ લિ.(૭૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ફાઇનાન્યિશલ ઇન્સ્ટીટયુશન સેકટરના આ સ્ટોકને રૂા.૬૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૭૮ થી રૂા.૮૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩) ઓલકાર્ગો લોજીસ્ટિકસ (૬૪)ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૫૭ નો પ્રથમ તેમજ રૂા.૫૨ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! લોજિસ્ટિકસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા. ૭૪ થી રૂા.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) ફિલાટેકસ ઇન્ડિયા (૬૦) : રૂા. ૫૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૬૮ થી રૂા.૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
દેશનો આર્થિક વૃદ્ધિ દર આગામી બે વર્ષ દરમિયાન ૬%ના દરે વધવાની શક્યતા : મૂડીઝ…!!
મૂડીઝ રેટિંગ્સ અનુસાર રેટેડ ભારતીય કંપનીઓનો મૂડીખર્ચ આગામી એકથી બે વર્ષ દરમિયાન ૪૫-૫૦અબજની આસપાસ રહેશે. અનેકવિધ બિઝનેસ સેગમેન્ટમાં વાર્ષિક ૧૫અબજના બજેટ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પોર્ટફોલિયો મૂડીખર્ચમાં ૩૦% હિસ્સો રહેશે. આગામી કેટલાક વર્ષ દરમિયાન દેશની રેટેડ કંપનીઓ દ્વારા ખર્ચમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટર તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો ૬૦%રહેશે.ભારતીય કંપનીઓ તેની ક્ષમતાનું વિસ્તરણ કરવાના આશય સાથે આગામી ૧-૨ વર્ષમાં વાર્ષિક ૪૫-૫૦અબજ (૪લાખ કરોડ)નું રોકાણ કરશે.
જેમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ કુલ ખર્ચના લગભગ ૩૦%ખર્ચ કરશે. તે ઉપરાંત નેટ ઝીરો ટાર્ગેટને હાંસલ કરવા માટે પણ વધુ ખર્ચ કરવામાં આવશે તેવું મૂડીઝ રેટિંગ્સે તેના રિપોર્ટમાં જણાવ્યું છે.
ભારત અને ઇન્ડોનેશિયા ચીનને બાકાત કરતા એશિયામાં સૌથી મોટા ઉભરતા માર્કેટ અર્થતંત્ર છે. આ બે જી-૨૦દેશો સૌથી વધુ રેટેડ કંપનીઓ ધરાવે છે.
દેશનો આર્થિક વૃદ્ધિદર આગામી બે વર્ષ દરમિયાન ૬%ના દરે વધવાની શક્યતા છે. જેમાં દેશના ગ્રોથમાં સ્થાનિક માંગ મુખ્ય ચાલકબળ સાબિત થશે. દેશમાં સ્થાનિક વપરાશનો મોટો હિસ્સો રેટેડ કંપનીઓને બાહ્ય આંચકાથી સુરક્ષિત રાખશે. તે ઉપરાંત દેશભરમાં શહેરીકરણના વધતા વ્યાપ સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સરકારના વધુ ખર્ચને કારણે પણ બિઝનેસ ગતિવિધિને વેગ મળશે.મૂડીઝ અનુસાર દેશની કુલ રેટેડ ભારતીય કંપનીઓના મૂડીખર્ચમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની સાત રેટેડ કંપનીઓનો હિસ્સો ૩૦%ની આસપાસ રહેશે. આ કંપનીઓ તેની ક્ષમતાનું વિસ્તરણ કરવા તેમજ નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવા માટે અંદાજે ૧૫અબજનો વાર્ષિક ખર્ચ કરશે.
મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમોમાં રોકડનો નોંધપાત્ર પ્રવાહ…!!
ભારતીય શેરમાર્કેટમાં મોદી ૩.૦ના પ્રથમ કેન્દ્રીય બજેટ પછીની અસ્થિરતા અને ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમોમાં રોકડનો નોંધપાત્ર પ્રવાહ જોવા મળ્યો હતો. એનએફઓમાં મજબૂત રોકાણને કારણે પણ કેશ લિક્વિડિટીનું સ્તર ઊંચું રહ્યું છે.મ્યુચ્યુઅલ ફંડ અધિકારીઓના જણાવ્યા અનુસાર રોકાણ સપ્લાયને જોતા અનિવાર્યતા સંપૂર્ણપણે બજારમાં ઉતરવાની અને તમામ ઈન્ફલો ઈન્વેસ્ટ કરી દેવાની છે પરંતુ અનિશ્ચિતતા અને ઓવરવેલ્યુએશનના કિસ્સામાં રોકડ જાળવી રાખવી જ સલાહભરી બાબત છે.
ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપમાં લગભગ એક વર્ષથી વેલ્યુએશનની ચિંતા છે પરંતુ ઇક્વિટી ફંડ સ્કીમોમાં સતત મજબૂત નાણાપ્રવાહ જોવા મળી રહ્યો છે અને મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પણ આ રોકાણ સતત બજારમાં ઠલવાતા દલાલ સ્ટ્રીટમાં અવિરત તેજીનો માહોલ જ છે.એક રિપોર્ટ મુજબ ૨૬ અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની ઇક્વિટી સ્કીમો પાસે જૂન,૨૦૨૪ના અંતે રૂ.૬૨,૭૦૦ કરોડની રોકડ હાથવગી હતી, જે જુલાઈ ૨૦૨૪ના અંતે વધીને લગભગ રૂ.૮૦,૦૦૦ કરોડ આસપાસ પહોંચી છે. આ સાથે આ સ્કીમોમાં કુલ કેશ રેશિયો વધીને ૫.૪%ના ૧૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. જૂનમાં સ્કીમો પાસે રોકડ તેમના પોર્ટફોલિયોના ૪.૬% હતી.
ગ્રામીણ અર્થતંત્ર આર્થિક વૃદ્ધિના મહત્વના ઉત્પ્રેરક તરીકે ઉભરી આવ્યું…!!
દેશમાં તાજેતરના ત્રિમાસિક ગાળામાં વધુ સરકારી ખર્ચને કારણે શહેરી વિસ્તારોને પાછળ છોડીને દેશનું ગ્રામીણ અર્થતંત્ર આર્થિક વૃદ્ધિના મહત્વના ઉત્પ્રેરક તરીકે ઉભરી આવ્યું છે. ફાઇનાન્સિયલ સર્વિસ કંપનીના એક રિપોર્ટ અનુસાર છેલ્લા ક્વાર્ટર દરમિયાન સરકાર દ્વારા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખર્ચમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે ગ્રોથની દૃષ્ટિએ ગ્રામીણ ભારતે શહેરી વિસ્તારોને પણ પાછળ રાખી દીધા છે. છઇઈંએ નાણાવર્ષ ૨૦૨૫માટે ૭.૨%ના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કર્યું છે. સરકાર રાજકોષીય ખાધ ઘટાડવા પણ પ્રયાસરત છે.
રિપોર્ટ અનુસાર સરકાર દ્વારા ૧૧.૧ટ્રિલિયના મૂડીખર્ચના મહત્વાકાંક્ષી પ્લાનથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે જેને કારણે પણ ગ્રામીણ આર્થિક સંભાવના વધુ પ્રબળ બનશે. દેશની મોટા ભાગની વસ્તી હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હોવાથી ગ્રામીણ અર્થતંત્ર દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇકોનોમિક સરવે ૨૦૨૨-૨૩અનુસાર દેશની ૬૫%વસ્તી ૨૦૨૧માં ગ્રામીણ વિસ્તારમાં રહેતી હતી.
આગામી મહિનાઓ દરમિયાન પણ ગ્રામીણ અર્થતંત્રમાં ગ્રોથનો ટ્રેન્ડ યથાવત રહી શકે છે પરંતુ તેમાં કેટલાક અંશે ઘટાડો નોંધાઇ શકે છે. ચોમાસાની સાનુકૂળ સ્થિતિ તેમજ વાવણીને પગલે ગ્રામીણ માંગને ટેકો મળી રહેશે જેનાથી આર્થિક અનિશ્ચિતતા સામે સ્થિરતા પણ મળશે.
પ્રથમ ત્રિમાસિક ભારતીય કંપનીઓની આવક વૃદ્ધિની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યો…!!
કોરોનાના કાળ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ વર્તમાન નાણાં વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારતીય કંપનીઓની આવક વૃદ્ધિની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના અત્યારસુધીમાં જાહેર થયેલા પરિણામો પર નજર નાખતા જણાય છે કે,કંપનીઓના નફામાં ૩% ઘટાડો થયો છે જે ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૩૦% વધ્યો હતો. એક રિસર્ચ પેઢી દ્વારા કરાયેલીપરિણામોની એનાલિસિસમાં ૨૫૪૦ કંપનીઓના જૂન ત્રિમાસિકમાં વેચાણ આંક રૂ.૨૨.૯૦ લાખ કરોડ રહ્યો છે જે ગત નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં થયેલા રૂ.૨૧.૭૦ લાખ કરોડના વેચાણની સરખામણીએ ૫% વધુ છે.
નાણાંકીય ક્ષેત્રની કંપનીઓની કામગીરીને રિપોર્ટમાં આવરી લેવાઈ નથી. રેપોરેટમાં સ્થિરતા અને કાચા માલના ખર્ચમાં ઘટાડો છતાં કંપનીઓનો નફો દબાણ હેઠળ આવી ગયાનું જોવા મળે છે. વેચાણ વૃદ્ધિ મંદ રહેવાને કારણે નફા પર અસર જોવા મળી છે. વેચાણ વૃદ્ધિ ગત ત્રિમાસિકમાં એક અંકમાં રહી હતી.ખર્ચરૂ.૧૮.૫૦ લાખ કરોડની સરખામણીએ ૬% થી વધુ વધી રૂ.૧૯.૬૦ લાખ કરોડ થયો છે. આ કંપનીઓનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૩% જેટલો ઘટી રૂ.૧.૯૦ લાખ કરોડ રહ્યાનું પણ પેઢી દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું.
નફામાં ઘટાડો છતાં કંપનીઓના લોન રિપેમેન્ટસ પર ખાસ અસર જોવા નહીં મળે કારકે ગત ત્રિમાસિક ગાળામાં બોરોઈંગ્સ પણ નીચું રહ્યું હતું એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.ખનિજ હક્કો અને ખનિજ ધરાવતી જમીનો પર ટેકસ લાગુ કરવાના રાજ્યોના અધિકારને સુપ્રીમ કોર્ટની માન્યતાને પરિણામે દેશના માઈનિંગ ઉદ્યોગમાં કાર્યરત કંપનીઓ પર દોઢથી પોણા બે લાખ કરોડ રૂપિયાનો બોજ આવવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. હીટવેવ્સ તથા લોકસભાની ચૂંટણીને કારણે સિમેન્ટ,સ્ટીલ જેવી કંપનીઓનું કામકાજ નબળું રહ્યું હતું.