Amul World ની સૌથી મજબૂત ખાદ્ય-ડેરી બ્રાન્ડ

Share:

અમૂલ પછી ચીનની મેંગનીયુ ડેરી અને યિલી બીજા તથા ત્રીજા સ્થાને

Anand,તા.૨૩

ભારતીય કંપની અમૂલ વિશ્વની સૌથી મજબૂત ફૂડ અને ડેરી બ્રાન્ડ બની ગઈ છે. સ્વિટ્‌ઝર્લેન્ડની નેસ્લેએ $3.3બિલિયનમાં સૌથી મૂલ્યવાન બ્રાન્ડનું બિરુદ જાળવી રાખ્યું છે. બ્રાન્ડ ફાઇનાન્સ ફૂડ એન્ડ ડ્રિંક-૨૦૨૪ રિપોર્ટ અનુસાર, અમૂલનો પ્રભાવશાળી બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) સ્કોર ૧૦૦માંથી ૯૧ છે. આ કારણોસર તેને છછછ  રેટિંગ મળ્યું છે. ખાસ વાત એ છે કે ૨૦૨૩ સુધીમાં કંપનીની બ્રાન્ડ વેલ્યુ ૧૧ ટકા વધીને ૩.૩ અબજ ડોલર થઈ ગઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે અમૂલના ઉત્પાદનોની વિશાળ શ્રેણીએ તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું નામ બનાવ્યું છે. ભારતીય બટર માર્કેટમાં ૮૫ ટકા બજારહિસ્સો અને ચીઝમાં ૬૬ ટકા બજારહિસ્સો સાથે, અમૂલની બ્રાન્ડ ઇક્વિટી દર વર્ષે મજબૂત બની રહી છે.

કંપનીનું મૂલ્યાંકન

લેઝ  =૧૨.૦૨

યિલી = ૧૧.૬૦

ટાયસન = ૮.૨૬

ડેનોન =૮.૦૨

ક્વેકર = ૭.૫૪

કેલોગસ = ૬.૦૯

રિગલી   = ૬.૦૨

મેન્ગ્નીયુ =૫.૪૧

ડોરીટોસ =  ૪.૬૩

આંકડાઃ અબજ ડોલરમાં

બ્રાન્ડ વેલ્યુએશનના સંદર્ભમાં વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓમાં માત્ર ચાર ભારતીયોનો સમાવેશ થાય છે. અમૂલ ઇં૩.૩ બિલિયનના મૂલ્યાંકન સાથે યાદીમાં ૨૨મા ક્રમે છે. ૨૦૨૩ની સરખામણીમાં કંપનીએ ચાર સ્થાનની છલાંગ લગાવી છે. બ્રિટાનિયા પાંચ સ્થાન સરકીને ૬૮માં સ્થાને પહોંચી ગયું છે. મધર ડેરી સાત સ્થાનની છલાંગ લગાવીને ૮૭માં સ્થાને છે, જ્યારે નંદિની ૯૫માં સ્થાને છે.

વૈશ્વિક સ્તરે, ખાદ્ય અને પીણા ક્ષેત્રની એકંદર બ્રાન્ડ વેલ્યુ ૪ ટકા ઘટીને લગભગ ઇં૨૬૮ બિલિયન થઈ ગઈ છે. આ ઘટાડાનું કારણ એ છે કે ગ્રાહકો પરંપરાગત મોટી બ્રાન્ડ્‌સ કરતાં નાની અને ખાનગી લેબલ કંપનીઓને પસંદ કરી રહ્યા છે. ટોપ-૧૦ ડેરી બ્રાન્ડ્‌સનું મૂલ્યાંકન ૬ ટકા ઘટ્યું છે, જે હવે ઇં૪૩.૮ બિલિયન થયું છે. આમ છતાં, અમૂલ સતત ચોથા વર્ષે સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ બની છે.

અમૂલ પછી ચીનની મેંગનીયુ ડેરી અને યિલી બીજા તથા ત્રીજા સ્થાને છે. આ યાદીના ટોપ ૧૦માં જોવા જઈએ તો ભારત, વિયેતનામ, સાઉદી, ફિનલેન્ડ અને ડેનમાર્કની એક-એક કંપનીનો સમાવેશ થાય છે. અમૂલની બ્રાન્ડ વેલ્યુ વધીને ઇં૩.૩ બિલિયન થઈ ગઈ છે. નોંધનીય છે કે અમૂલે હર્શીઝને હરાવીને નંબર ૧નો ખિતાબ જીત્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *