‘કમજોર દિલવાળા ટેસ્લામાં કામ ના કરી શકે’ ઈલોન મસ્કની કંપનીના Indian VP resigns

Share:

New Delhi,તા.23

દુનિયાના સૌથી અમીર શખ્સ ઈલોન મસ્કની કંપની ટેસ્લા એક વાર ફરી ચર્ચામાં છે. હવે ટેસ્લાના વાઈસ પ્રેસિડેન્ટ (ફાઈનાન્સ અને બિઝનેસ ઓપરેશન) શ્રીલા વેંકટરત્ને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. વેંકટરત્નમ છેલ્લા 11 વર્ષોથી ટેસ્લાની સાથે કામ કરી રહ્યાં હતાં અને તે કંપનીમાં માત્ર બે મહિલા વાઈસ પ્રેસિડેન્ટ પૈકીના એક હતાં.

શ્રીલા વેંકટરત્નમે લિંક્ડઈન પોસ્ટમાં પોતાના રાજીનામાની જાહેરાત કરતાં ટેસ્લાના વખાણ કર્યા પરંતુ નીચે કમેન્ટમાં કહ્યું કે ‘કમજોર દિલવાળા ટેસ્લામાં કામ ના કરી શકે.’ તેમણે કંપનીમાં પોતાના કાર્યકાળને અસાધારણ ગણાવ્યો અને કહ્યું કે મને કંપનીના ગ્રોથ પર ગર્વ છે, જે આજે 700 અબજ ડોલરની જોઈન્ટ કંપની બની ગઈ છે.

વેંકટરત્નમે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘એન્યુઅલ રેવન્યુમાં 100 અબજ ડોલરની નજીક પહોંચવું, 700 અબજ ડોલરની માર્કેટ કેપ (મહામારી દરમિયાન 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવું) અને એક વર્ષમાં 1.8 મિલિયનથી વધુ કારોની ડિલીવરીની સાથે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પદ છોડતાં, મને એ વાત પર ગર્વ છે કે અમે એક સાથે કેટલું બધું મેળવી લીધું છે.’ આ સિવાય ટેસ્લાના પૂર્વ સીએફઓ જેસન વ્હીલરના કમેન્ટનો જવાબ આપતાં વેંકટરત્નમે કહ્યું, ‘કમજોર દિલવાળા ટેસ્લામાં કામ ના કરી શકે.’

પોતાના કામ વિશે જણાવતાં વેંકટરત્નમે લખ્યું, ‘પોતાની વ્યૂહાત્મક ભૂમિકામાં મને મોડલ એસ, મોડલ એક્સ, મોડલ 3, મોડલ વાઈ, સાઈબરટ્રક અને ઘણી નવી ફેક્ટરીઓના નિર્માણમાં યોગદાન આપવાનું સૌભાગ્ય મળ્યું. હું અમારા એનર્જી પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટમાં પણ સામેલ હતી. અમારી ટીમે ઘણી ઈન્ડસ્ટ્રીને નવા સમાધાનોની સાથે બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, ખાસ કરીને ઘણા રાજ્યોમાં કામ ખરીદવા અને રજિસ્ટ્રેશનને સંપૂર્ણરીતે ઓટોમેટિક કરવા માટે DMV પ્રક્રિયાને બદલવામાં આવી.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *