CM Kejriwal માટે કપરાં દિવસો, ઈંતેજારની ઘડીઓ લાંબી થઇ,સુનાવણી મોકૂફ

Share:

Delhi,તા.23

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂનના રોજ કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. હવે લાગે છે કે, જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે વધુ રાહ જોવી પડશે.

CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. સીબીઆઈ દ્વારા વધુ સમય માંગવામાં આવ્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો હતો અને 5 સપ્ટેમ્બરે કેસની યાદી આપવા જણાવ્યું હતું.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચ સમક્ષ CBI તરફથી હાજર થતાં જણાવ્યું હતું કે, તેઓએ એક કેસમાં જવાબ દાખલ કર્યો છે, જ્યારે અન્ય કેસમાં જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર છે. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઈની માંગનો વિરોધ કર્યો અને કહ્યું કે, તેઓ દલીલો માટે તૈયાર છે.

જસ્ટિસ કાંતે કહ્યું કે, એક કેસમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે અને બીજી અરજીનો જવાબ આપવા માટે સીબીઆઈને વધુ એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જો કોઈ જવાબ હોય તો તેના બે દિવસ બાદ ફાઇલ કરો. આ બાબત 5 સપ્ટેમ્બર, 2024ના રોજ લિસ્ટેડ હોવી જોઈએ. ધરપકડને પડકારવાની સાથે કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે.

મુખ્યમંત્રી કેજરીવાલ માટે કપરાં દિવસો, ઈંતેજારની ઘડીઓ લાંબી થઇ, સુપ્રીમ કોર્ટમાં શું-શું થયું જુઓ 2 - image

કેજરીવાલની અરજીનો વિરોધ કરીને CBIએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. વિવાદાસ્પદ એક્સાઇઝ નીતિના ઘડતર અને અમલીકરણમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવતા CBIએ કહ્યું કે, તપાસ પૂર્ણ કરવા માટે કેજરીવાલની ધરપકડ જરૂરી હતી કારણ કે પુરાવા હોવા છતાં તે સહકાર આપી રહ્યો ન હતો. ગુરુવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા તેના જવાબમાં સીબીઆઈએ કહ્યું છે કે, કેજરીવાલ ષડયંત્રનો ભાગ હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરાયેલ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે પરંતુ સીબીઆઈના કેસમાં તેમની ધરપકડના કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા નથી.

આ પહેલા હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવીને તેમને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો અને સીબીઆઈને તેનો જવાબ દાખલ કરવા કહ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *