Pakistani Punjab,તા.23
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસકર્મીઓ પર જ ઘાત લગાવીને હુમલો કરવાની ચકચાર મચાવતી ઘટના બની. પોલીસકર્મીઓ પર આ દરમિયાન રોકેટ ઝીંકાયા અને અંધાધૂંધ ગોળીબાર કરી દેવાયો. હુમલામાં 11 જેટલાં પોલીસ કર્મચારીના મોત નીપજ્યાં હતા. જ્યારે અનેક ઘાયલ થયા હતા અને લૂંટારૂઓએ તેમને બંધક બનાવી લીધા હતા.
ક્યારે હુમલો કરાયો?
આ હુમલો લગભગ લાહૌરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં ત્યારે થયો હતો જ્યારે માચાહ પોઈન્ટ નજીક 2 પોલીસ મોબાઈલ વાન કાદવમાં ફસાઈ ગઇ હતી. તેને કાઢવાના પ્રયાસો પોલીસ કર્મીઓએ હાથ ધર્યા હતા અને તે જ સમયે તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો.
બંધકોને છોડાવવાના પ્રયાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ બંધકોને મુક્ત કરાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા. માર્યા ગયેલા પોલીસકર્મીઓના શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.