ગિરનાર પર્વત પર પ્રદૂષણઃ Junagadh મ્યુનિ. કમિશ્ર્‌નરનું સોગંદનામુ નકારી દેતી હાઇકોર્ટ

Share:

Ahmedabad, તા.૨૧

ગિરનાર પર્વત પર ગંદકી અને કચરાના બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી પીઆઇએલમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્ર્‌નરનું મૌખિક માહિતીના આધાર પર રજૂ કરાયેલું સોગંદનામું હાઇકોર્ટે નકારી કાઢયુ હતુ. બીજીબાજુ, આ પીઆઇએલમાં હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિકનો કચરો અને પ્રદૂષણ તેમ જ દ્વારકાના દરિયામાં કેમીકલયુકત પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યુ હોવા મુદ્દે અદાલતનું ધ્યાન દોરાયું હતું.

એડવોકેટ અમિત પંચાલે તેમની આ જાહેરહિતની રિટ અરજીમાં બેટ દ્વારકા અને પવિત્ર યાત્રાધામ દ્વારકા, તેના દરિયામાં પ્રદૂષણના મુદ્દા ઉઠાવી દેવભૂમિ દ્વારકાના કલેકટર, ઓખા નગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને પણ આ કેસમાં પક્ષકાર બનાવવા માંગણી કરાઇ હતી અને આ માટે અમેન્ડમેન્ટ અરજી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

અરજદારપક્ષ તરફથી બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના કચરાના પ્રદૂષણ અને દ્વારકાના દરિયામાં કેમીકલયુકત પાણી છોડાઇ રહ્યુ હોવા અંગેનું મટીરીયલ્સ, ફોટાઓ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી આ સમગ્ર મામલે ધ્યાન દોરવામાં આવ્યું હતું. અરજદારપક્ષ તરફથી બેટ દ્વારકાના સમગ્ર વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરા અને પ્રદૂષણના તાત્કાલિક નિવારણ માટે સરકારના સત્તાવાળાઓ અને સ્થાનિક સત્તાધીશોને આદેશ આપવા દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે આ અરજીની કોપી પક્ષકારોને આપવા અરજદારને જણાવ્યું હતું. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *