MOTI PANEL,તા.૨૦
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા વૃદ્ધએ મોટી પાનેલી નજીક રેલવે સ્ટેશન પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.વૃદ્ધએ માનસિક બિમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા મનસુખભાઈ આંબાવીભાઈ માણવદરિયા (ઉં.વ.72) નામના વૃદ્ધએ મોટી પાનેલી નજીક રેલવે સ્ટેશન પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધએ માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યાનું પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું.બનાવ અંગે પોલીસને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ સહિતના સ્ટાફે સ્થળે પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.