Bhuj ના માધાપરમાં આડાસંબંધોની આશંકાએ મોટાભાઈએ ભાઈની હત્યા કરી

Share:

Bhuj,તા.૨૦

ભુજના માધાપરમાં આડાસંબંધોની આશંકાએ ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. માધાપરના સથવારા વાસમાં મળી આવેલી લાશનો કેસ પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી કાઢ્યો છે.  આ ઘટનામાં મોટાભાઈએ આડાસંબંધની આશંકાએ તેના નાના ભાઈની હત્યા કરી હતી.

માધાપરના સથવારાવાસમાં ઇશ્વર પ્રેમજી સથવારાની હત્યા તેના જ મોટાભાઈ કલ્પેશે લોખંડની પાઇપ ફટકારી કરી હતી. તેના પછી તેની લાશને પત્રીની સીમમાં ફેંકી દીધી હતી. આ હત્યા પાછળનું કારણ કુટુંબની મહિલા સાથેનો આડો સંબંધ માનવામાં આવે છે. આ હત્યા સંબંધે મૃતક અને હત્યારાના પિતા પ્રેમજી કાનજી સથવારાએ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પ્રેમજી કાનજી સથવારાની વિગત મુજબ તેઓ મુદ્રાના પત્રીના વાડી વિસ્તારમાં રહે છે. તેમનો પુત્ર ઈશ્વર તથા કલ્પેશ માધાપરમાં સથવારાવાસમાં પાસપાસમાં રહે છે. હત્યાના પર્દાફાશ બાદ આરોપીએ કરેલા ઘટસ્ફોટમાં પરિવારની મહિલા સાથેના આડા સંબંધને લઈ બન્ને ભાઈઓ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા અને ૧૫મી ઓગસ્ટના પણ આવો જ ઝઘડો થયો હતો.

બીજા દિવસે સવારે કલ્પેશ લોખંડનો પાઈપ લઈ ઈશ્વરના ઘરે ગયો હતો અને માથાના ભાગે પાઈપના ફટકા મારી લોહીલુહાણ કરી ઢીમ ઢાળી દીધું હતું. આ હત્યા બાદ તેની લાશને મદનિયા ટેમ્પામાં પાછળ મૂકી પત્રી ગામની ખારા વિસ્તારની સીમમાં ફેંકી દીધી હતી. આ બાદ ૧૬મીથી જ કલ્પેશ અને તેના ત્રણ સંતાનો તથા ઈશ્વર ગુમ થયાની જાણ ફરિયાદી પ્રેમજીભાઈને થતાં તે માધાપર દોડી આવ્યા હતા. ઘરમાં તપાસતાં ઈશ્વના ઘરમાં લોહીના છાંટા ઊડયાનું તથા લોહીના ડાઘ સાફ કરાયાનું જણાતાં માધાપર પોલીસને જાણ કરતાં પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી તપાસ આદરી હતી અને કલ્પેશે ભાંગી પડી પિતા સમક્ષ હત્યા કબૂલી લીધી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *