Germany,તા.20
જર્મનીના હાઈફીલ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં ભયાવહ ઘટના ઘટી. મ્યૂઝિક ફેસ્ટિવલમાં અચાનક ચકડોળમાં આગ લાગી ગઈ. અચાનક લાગેલી આગની ચપેટમાં આવીને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના શનિવારના દિવસની છે. આ ઘટનાના કારણે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે ઘણા લોકો ચકડોળમાં પહેલેથી જ હાજર હતા. વીડિયોમાં તે પળને પણ બતાવવામાં આવી જ્યારે અચાનક કેરિએઝમાં આગ લાગી જાય છે.
ઘણા લોકો ઈજાગ્રસ્ત
નીચે હાજર લોકો પણ ઊભા થઈને ચકડોળને જ જોવા લાગે છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ છે- પૂર્વ જર્મનીમાં એક મ્યૂઝિક ફેસ્ટિવલમાં ચકડોળમાં આગ લાગવાથી ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. 18 લોકોને હોસ્પિટલ લઈ જવાયા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ચાર લોકો આગમાં જીવતા ભૂંજાયા જ્યારે એક વ્યક્તિ પડીને ઈજાગ્રસ્ત થઈ ગઈ. આગ લાગવાના કારણોની હજુ તપાસ કરવામાં આવી રહી છે.