શ્રદ્ધાની Shree ટૂનો પહેલા દિવસે55 crore નો વિક્રમી વેપલો

Share:

શાહરુખની પઠાણ સહિતની ફિલ્મોના રેકોર્ડ તોડયા

અક્ષય કુમારની ખેલ ખેલ મે પહેલા દિવસે માંડ પાંચ કરોડે પહોંચી

Mumbai.તા.17

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી ટૂ’ એ  બોક્સ ઓફિસ પર નાણાંનો ખડકલો કરી દીધો છે. અંદાજે ૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે  પહેલા જ દિવસે ૫૫.૪૦ કરોડની કમાણી કરી દીધી છે.  આ ફિલ્મ વિશ્વભરમાં પહેલા જ દિવસે ૧૦૦ કરોડ કમાઈ ગઈ હોવાનો દાવો થાય છે.

‘સ્ત્રી ટૂ’ની કમાણીએ બિગબજેટ ફિલ્મો જેવી કે  શાહરુખ ખાની ‘પઠાણ’, રણબીર કપૂરની ‘એનિમલ’, યશની ‘કેજીએફ ટૂ’, હૃતિક રોશનની ‘વોર’ અને કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા ટૂ’ના પહેલા દિવસની કમાણીના રેકોર્ડ તોડી  નાખ્યા છે. તે આ વર્ષની  સૌથી ટોપ ઓપનિંગ કલેક્શન મેળવનારી ફિલ્મ બની છે.  ફિલ્મના અંધાધૂંધ એડવાન્સ  બૂકિંગને જોતાં આ ફિલ્મ બમ્પર ઓપનિંગ મેળવશે તે નિશ્ચિત થઈ ગયું હતું. પરંતુ, આવો વિક્રમ સર્જશે તે કોઈએ ધાર્યું ન હતું.

તેની સામે અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ પહેલા દિવસે માંડ પાંચ કરોડની કમાણી સાથે ઊંધા માથે પછડાઈ છે. તેના કરતાં તો જ્હોન અબ્રાહમની ‘ વેદા’એ પહેલા દિવસે  ૬.૭૦ કરોડનું  કલેક્શન મેળવ્યું છે. આમ અક્ષયની ફિલ્મ ત્રીજાં સ્થાને રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *