Mumbai,તા.14
કેન્સર અથવા એચઆઈવી/ એડ્સ જેવા કાયમી અને બહુચર્ચિત રોગથી પીડાતી વ્યક્તિ વિશે વિશ્વમાં મોટા ભાગના લોકોને કદાચ જાણ થવા નહીં પામે, પરંતુ મધુપ્રમેહ (ડાયાબિટીસ)થી પીડાતી વ્યક્તિ વિશે લગભગ નિશ્ચિતપણે જાણ હોય છે. ડાયાબિટીસનો રોગ આવી ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ રોગ વિશેની સામાન્ય માન્યતાઓ તેના પ્રાણઘાતક સ્વરૂપ વિશેની ખરી જાણકારીનું ભાન નથી કરાવતી. ભારતની પ્રથમ વાસ્તવિક સમયની રોગ વ્યવસ્થાપન ટેકનોલોજી, ‘ચીની કમ’ ખાતે પેશન્ટ કેરના વડા- શેરીલ સેલિસ, ડાયાબિટીસ વિશેની ૧૦ ખોટી માન્યતાઓને રદિયો આપે છે અને દિલગીર થવા કરતાં કેવી રીતે સલામત બની રહેવું તે વિશે જણાવે છે.
૧. સ્વાસ્થ્યપ્રદ ખોરાક બ્લડ સુગર નથી વધારતો, મને ઇચ્છા થાય તેટલો ખાઈ શકું છું.
તમામ ખોરાક કાર્બોડાઈડ્રેટ્સ (ગ્લુકોઝ) પૂરો પાડે છે. કોઈ પણ ખોરાક વધુ પડતો ખાવાથી તમારા લોહીમાં ખાંડ (સુગર)નં પ્રમાણ વધશે જે કોષમાં ઇન્સ્યુલીન ગ્રહણ કરવાની જરૂર પેદા કરશે, પરંતુ જો ઇન્સ્યુલીન ઓછું હશે તો, તમે સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાશો તો પણ બ્લડસુગર વધશે. એ હકીકતને જાણી લો કે તમામ સ્વાસ્થ્યપ્રદ ખોરાક (હેલ્થ ફૂડ્સ) સાચા નથી હોતા. બ્રાઉન બ્રેડ કેરામેલ વાળી ખાંડમાંથી અને રિફાઈન્ડ લોટમાંથી બનેલી હોઈ શકે અને નિયમિત બ્રેડ કરતાં તમારી સુગર્સને વધારી શકે. એ જ પ્રમાણે ડાયેટ નાસ્તો પણ હંમેશા પકવેલો અથવા શેકેલો નહીં હોય, તેથી તમે સાચાં ઉત્પાદનો ખરીદવાની તકેદારી રાખો.
૨. વધુ પડતી લઘુશંકા, તરસ, ભૂખ જેવા ડાયાબિટીસનાં કોઈ પણ સામાન્ય લક્ષણો હું નથી ધરાવતો.
ડાયાબિટીસનું અતિસામાન્ય લક્ષણ એવું છે કે તે કોઈ ચિહ્ન નથી ધરાવતી. મોટે ભાગે લોકો નોકરી, શસ્ત્રક્રિયા અથવા વીમા પૉલિસી કઢાવવા અગાઉ ચેક-અપ કરાવે ત્યારે આકસ્મિતપણે આ રોગને શોધી કઢાય છે. તમામ ભારતીયોને ડાયાબિટીસ થવાનંુ જોખમ છે અને તેમણે ૩૦ વર્ષની વય બાદ દર વર્ષે તપાસ કરાવવી જોઈએ.
૩. ડાયાબિટીસ ધરાવતા લોકો ખાંડમુક્ત જોઈએ તેટલાં ઉત્પાદન ખાઈ શકે.
યાદ રાખો કે સુગર-ફ્રી (ખાંડમુક્ત)નો અર્થ કેલરી ફ્રી નથી થતો. ફૂડ ઉત્પાદનને આરોગવા પૂર્વે તેના લેવલને વાંચવાનું અને કેલરી ઉત્પાદનને તપાસવાનું સલાહભર્યું છે. આથી બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદ મળશે.
૪. જો હું ડાયાબિટીસની દવા નથી લેતો અને ડાયેટ તથા વ્યાયામ પર નિયંત્રિત છું તો તેનો અર્થ એવો થયો કે મારી ડાયાબિટીસ ગંભીર નથી.
ડાયાબિટીસ ધરાવતી દરેક વ્યક્તિ ડાયાબિટીસની દવા નથી લેતી, પ્રારંભમાં જીવનશૈલીનું વ્યવસ્થાપન કરીને તેને નિયંત્રણમાં રાખી શકાય, પરંતુ સમય વીતવાની સાથે તેમાં પરિવર્તન આવે છે અને જો સુગર નિયંત્રણ હેઠળ ન હોય તો પછીથી દવાની જરૂર પડે છે. જો શરીર અમુક ઇન્સ્યુલીન પેદા કરે તો વજનમાં ઘટાડો, તંદુરસ્ત આહાર ખાવાની ટેવ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ ઇન્સ્યુલિનને વધુ અસરકારકપણે કારગત બનાવવામાં અને દવાની જરૂરતને વિલંબમાં મૂકવામાં મદદરૂપ બની શકે.
૫. પેશાબનું પરીક્ષણ લોકોને તેમની ડાયાબિટીસનું વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ બને છે.
મૂત્રમાં કેવળ ૧૮૦ મિલિગ્રામથી વધુ પ્રમાણમાં સુગરને શોધી શકાય છે. આ સ્તરે બ્લડ સુગર ‘ડાયાબિટીસ ડેન્જર ઝોન’માં હોય છે. બ્લડ સુગરનું પરીક્ષણ ગ્લુકોઝના વાસ્તવિક પ્રમાણ વિશે બહેતર ખ્યાલ પૂરો પાડશે અને સુગરના ઓછા પ્રમાણને શોધી કાઢશે, જે મૂત્રના પરીક્ષણમં સંભવ નથી.
૬. મહિનામાં એક વાર લેબમાં બ્લડ ગ્લુકોઝના પ્રમાણની તપાસ કરાવવી પૂરતી છે.
બ્લડ સુગરની માત્રા દરરોજ બદલાતી રહે છે અને તાણ, ખોરાક તથા પ્રવૃત્તિ વડે પ્રભાવિત હોય છે. મહિનામાં એક વાર તપાસ કરવાથીતમને એવી જાણ થવા નહીં પામે કે બીજા દિવસોએ તમે નિયંત્રણ ધરાવતા હતા. અનેક વાર વધુપડતી અને ઓછી માત્રાની તમને જાણ થવા નહીં પામે. કેવળ સ્વપરીક્ષણ તમને એવી જાણ કરશે કે સુગરનું પ્રમાણ ‘ડાયાબિટીસ સેફ ઝોન’માં એટલે કે સલામત માત્રામાં છે કે નહીં.
૭. મારા ડૉકટર જણાવે છે કે હું ‘બોર્ડરલાઈન’ ડાયાબિટીસ ધરાવંુ છું. મને ‘મામૂલી સુગર’ હોવાથી મારે ચિંતા કરવાની જરૂર નથી.
બોર્ડર લાઈન ડાયાબિટીસ જેવું કશું જ નથી. સાચી વ્યાખ્યા પ્રમાણે ક્યાં તો તમે ડાયાબિટીસ ધરાવો છો અથવા તમને ડાયાબિટીસ નથી. સમસ્યાઓ વિકસવા માટેનું તમારું જોખમ દવાઓ લેતી વ્યક્તિ જેવું સરખું છે, તેથી તમારા બ્લડ ગ્લુકોઝની માત્રા વિશે તમારે નિગરાની રાખવાની અને સજાગ બની રહેવાની આવશ્યકતા છે.
૮. પાણી પીને મારા શરીરમાં વધારાની સુગરને હું સાફ કરી શકું અને મારી ડાયાબિટીસને સાજી કરી શકંુ
ટેબલ પર ઢોળાયેલી ખાંડને તમે ધોઈ શકો, પરંતુ પાણી પીને બ્લડ સુગરની વધુપડતી માત્રાને દૂર કરી નહીં શકો. જોકે સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાઈને, ગ્લાસેમિકની ઊંચી માત્રા ધરાવતા ખોરાકને બદલે ઓછી માત્રા ધરાવતો ખોરાક અપનાવીને, શારીરિકપણે સક્રિય રહીને, તમારા વજનને નિયંત્રિત રાખીને, સૂચવાયેલી દવાઓને ચોક્કસ સમયે નિયમિતપણે લઈને અને તમારા બ્લડ સુગરનું વારંવાર ધ્યાન રાખીને તમે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકો છો. ડાયાબિટીસની સારવારનો ખરો પ્લાન પસંદ કરો, જે તમને ડાયાબિટીસ સેફ ઝોનમાં રહેવા પ્રેરશે અને મદદરૂપ થશે.
૯. કેવળ ડાયાબિટીસનું અને ઇન્સ્યુલીનનંુ ઊંચું પ્રમાણ ધરાવતા લોકોએ નિયમિતપણે બ્લડ સુગરનું પરીક્ષણ કરાવવાની આવશ્યકતા છે.
ડાયાબિટીસ ધરાવતી દરેક વ્યક્તિએ નિયમિતપણે બ્લડ સુગરના પ્રમાણનું પરીક્ષણ કરાવવાની જરૂર છે. જેથી તેને નોર્મલ બનાવી શકાય અથવા નિયંત્રણમાં રાખી શકાય. પરીક્ષણ ઉત્તમ સાધન છે, જે તમને બ્લડ સુગર પર દવા, તાણ, આહાર અને વ્યાયામની અસરોને સમજવામાં તમને મદદરૂપ થાય છે અને તમે સાચા રસ્તે છો કે નહીં તે વિશે જણાવે છે.
૧૦. એક મીટર કરતાં બીજા મીટરનું પ્રમાણ જુદું પડે છે. બ્લડ ગ્લુકોઝના મીટરો ખોટા પ્રમાણ દર્શાવે છે.
એક મીટરની બીજા મીટર સાથે તુલના કરવું ખોટું છે. બે કાંડા ઘડિયાળોને સરખાવવા જેવી આ વાત છે. સ્ટાન્ડર્ડ (જીએમટી) સાથે તુલના કરાય નહીં ત્યાં સુધી કઈ ઘડિયાળનો સમય સચોટ છે તેની આપણને જાણ નથી થતી. મીટરની સચોટતા તપાસવા મહિનામાં એક વાર જાણીતી લેબ પાસે સરખામણી કરાવવાની સલાહ અપાય છે.