Mumbai , તા.18
ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝની અમુક મેચમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ સાથે મળીને ભારત માટે ઓપનિંગની જવાબદારી નિભાવી હતી. ઓપનિંગ કરતી વખતે અભિષેકે બીજી T20 મેચમાં સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે સામેની બે મેચમાં અભિષેકે ઓપનરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ત્રણ મેચમાં તેણે નંબર 3 પર બેટિંગ કરી હતી. અભિષેકે આઈપીએલમાં પણ ઓપનિંગ કરી ચુક્યો છે. આ સ્થિતિમાં અભિષેક શ્રીલંકા સામેની T20 સીરીઝમાં ઓપનિંગ માટેનો દાવેદાર છે.
યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ
જયસ્વાલ વનડે અને T20 બંને ફોર્મેટમાં ઓપનરની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. ઝિમ્બાબ્વે સામેની છેલ્લી ત્રણ મેચોમાં જયસ્વાલે ગિલ સાથે ઓપનિંગ ભાગીદારી કરી હતી જે ઘણી સફળ રહી હતી. ઓપનર બેટરના પદ માટે જયસ્વાલ પણ સૌથી આગળ છે.
વનડે મેચમાં શુભમન અને જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે
ગિલે ઝિમ્બાબ્વે સામેની T20 સીરીઝમાં ઓપનિંગ કરી હતી. પરંતુ T20 મેચમાં ગિલનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. ત્યારે ટીમના નવા કોચ ગૌતમ ગંભીર T20 ફોર્મેટમાં ગિલની જગ્યાએ જયસ્વાલ અને અભિષેક શર્માના નામ પર વિચારી કરી રહ્યા છે. બીજી તરફ જો રોહિત શર્મા વનડે સિરિઝમાં નહી રમે તો ઓપનિંગ માટે ગિલ અને જયસ્વાલની જોડી બની શકે છે.
ઋતુરાજ ગાયકવાડ પણ કરી શકે ઓપનિંગ
ગાયકવાડ પણ ઓપનર તરીકે પોતાને સાબિત કરી ચુક્યો છે. આઈપીએલમાં ગાયકવાડ સીએસકે માટે ઓપનિંગ કરતો હતો અને અગાઉ પણ ઓપનર તરીકે બેટિંગ કરી ચૂક્યો છે. આ સ્થિતિમાં ખાસ કરીને જયસ્વાલ અને ગાયકવાડ T20 સિરિઝમાં ઓપનિંગ જોડી બની શકે છે.
ભારતની સંભવિત T20 ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ, આવેશ ખાન અને મોહમ્મદ સિરાજ.
ભારતની સંભવિત વનડે ટીમ: કે.એલ રાહુલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વનડેમાંથી બહાર રહી શકે છે), શ્રેયસ અય્યર, સંજુ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન અને મોહમ્મદ સિરાજ.
ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 મેચનો કાર્યક્રમ
27 જુલાઈ- પહેલી T20, પલ્લેકેલ
28 જુલાઈ- બીજી T20, પલ્લેકેલ
30 જુલાઇ- ત્રીજી T20, પલ્લેકેલ
ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મેચનો કાર્યક્રમ
2 ઓગસ્ટ- પહેલી વનડે, કોલંબો
4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
7 ઓગસ્ટ- ત્રીજી વનડે, કોલંબો