Vadodara,તા.09
વડોદરામાં ચોરી લૂંટ વાહન ચોરી તથા દારૂના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે. ચોરી અને લૂંટના ગુનામાં સામેલ આરોપી મેહુલભાઈ બુધાભાઈ બારીયા રહેવાસી ભરવાડ વાસ રેવડિયા મહાદેવ મંદિરની બાજુમાં મૂળ રહેવાસી પંચમહાલની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપી સુનિલસિંહ પાનસિંગ બાવરી રહેવાસી દુમાડ ગામની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે અલગ-અલગ 25 ગુનાઓ નોંધાયા છે.
દારૂના ચાર ગુનામાં સામેલ આરોપી રાજેશ ગણેશભાઈ વારકે રહેવાસી લક્ષ્મીનગર માંજલપુરની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
જ્યારે દારૂના ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ ભાવિન તુલસીભાઈ રાઠોડ રહેવાસી બકરાવાડી તથા સુનિલ તુલસીભાઈ પરમાર રહેવાસી છોટાભાઈ ટેરેસ સોસાયટી નવાપુરા તથા બંટી અંબાલાલ સોલંકી રહેવાસી બકરાવાડીની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.