Ajay Devgn’s Singham Again ના કારણે રેઈડ ટૂ પાછી ઠેલાશે

Share:

Mumbai,તા.09

અજય દેવગણની ફિલ્મ ‘રેઈડ ટૂ’ આગામી નવેમ્બરના બદલે હવે આવતાં વર્ષે રીલિઝ થશે. તેની જ ‘સિંઘમ અગેઈન’ સાથેની ટક્કર ટાળવા માટે આ નિર્ણય કરાયો છે.

મૂળ પ્લાનિંગ અનુસાર ‘રેઈડ ટૂ’ તા. ૧૫મી નવેમ્બરે રીલિઝ થવાની હતી. જોકે, અજય દેવગણની જ ‘સિંઘમ અગેઈન’ની તારીખ ૧૫મી ઓગસ્ટથી બદલાઈને પહેલી નવેમ્બર કરવામાં આવી છે. આ સંજોગોમાં માત્ર ૧૪ જ દિવસના ગાળામાં બે ફિલ્મા ે ટકરાઈ જાય તેમ છે.

‘સિંઘમ ‘ અને ‘રેઈડ’ બંને અજય દેવગણની હિટ ફ્રેન્ચાઈઝીઓ છે. તાજેતરમાં તેની ‘ઔરો મેં કહાં દમ થા’ ફલોપ ગયા બાદ અજયને આ બંને ફિલ્મો પર મોટી આશા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *