‘તમારો ટોન બરાબર નથી..’ Amitabh નું નામ સાંભળતા જ અધ્યક્ષ પર ફરી ભડક્યાં Jaya Bachchan

Share:

New Delhi,તા.09

રાજ્યસભા સાંસદ ફરી એકવાર તેમના નામ સાથે તેમના પતિ અમિતાભ બચ્ચનનું નામ જોડવામાં આવતા ભડક્યાં હતાં. આ વખતે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સપા સાંસદ જયા બચ્ચનના નામ સાથે જેવું જ અમિતાભ બચ્ચનનું નામ લીધું કે તેઓ ભડકી ગયાં. જયાએ કહ્યું કે હું એક કલાકાર છું અને તમારા હાવ-ભાવ સમજી શકું છું.

અધ્યક્ષથી નારાજ થયા જયા બચ્ચન 

જયા બચ્ચને જગદીપ ધનખડે સંભળાવતા કહ્યું કે હું એક અભિનેત્રી છું અને ફેસ એક્સપ્રેશન સમજી જઉં છું. ધનખડજી મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. રાજ્યસભામાં આપણે બધા એક સાથી છીએ. બસ આટલું સાંભળતા સભાપતિ ધનખડે જવાબ આપ્યો કે જયાજી બચ્ચન એક્ટર, ડાયરેક્ટર વિના કંઇ જ નથી. તમે એ નથી જોયું જે મેં જોયું છે. 

વિપક્ષે વૉકઆઉટ કર્યું

આ ઘટના બન્યા બાદ વિપક્ષે ફરી વૉકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે વૉકઆઉટનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજ્યસભામાં ઉપાધ્યક્ષ હરિવંશે જ્યારે સપા સાંસદ જયા બચ્ચનને બોલવા માટે આમંત્રિત કર્યા તો તેમણે તેમનું નામ જયા અમિતાભ બચ્ચન પોકાર્યા હતા ત્યારે, તેમના પર જયા બચ્ચન ભડકી  ઉઠ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *