દોઢ કિલો ગાંજો ત્રણ મોબાઈલ અને બાઈક મળી ₹80,000 નો મુદ્દામાલ કબજે કરતી એસઓજી
Gondal,તા.18
ગોંડલ તાલુકાના આંબરડી ગામની સીમમાંથી રૂપિયા 15200 ની કિંમત નો દોઢ કિલો ગાંજા સાથે પરપ્રાંતીય બે શ્રમિકો ને ઝડપી લઇ એસઓજીએ ગાંજો, મોબાઈલ અને બાઇક મળી રૂપિયા 80,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં નશીલા પદાર્થો ની હેરાફેરી અને વાવેતરને ડામી દેવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ આપેલી સૂચના અને પગલે એસઓજી ના પીઆઈ પારગી સહિતના સ્ટાફે ગોંડલ પંથકમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે મૂળ પાટણ જિલ્લાના વતની અને હાલ કાલાવડ ના મોરીદડ ગામે મજૂરી કામ કરતા નરેશ લાલા ઠાકોર અને અજુ ભૂદર માવરીયા નામના બંને શખ્સ gj 24 as4949 નંબરનું બાઈક લઈને આંબરડી ગામની સીમમાંથી મોરીદડ ગામ તરફ જઈ રહ્યા હોવાની હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ ,અરવિંદભાઈ દાફડા અને વીરરાજભાઈ ધાંધલ ને મળેલી બાતમીના આધારે આંબરડી ગામની સીમમાં વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરના બાઈકમાં બંને શખ્સ નીકળતા તેને અટકાવી તલાસી લેતા તેના કબજા માંથી રૂપિયા 15.200 ની કિંમતને દોઢ કિલો ગાંજો મળી આવતા બંનેની ધરપકડ કરી હતી પોલીસે ગાંજો, ત્રણ મોબાઈલ અને બાઈક મળી રૂપિયા 80,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે ઝડપાયેલા બંને શખ્સ આ ગાંજો કોની પાસેથી લાવ્યા ને કોને ડિલિવરી કરવા જઈ રહ્યા હતા તે મુદ્દે વિશેષ તપાસ હાથ ધરી છે