Morbi,તા.18
સુલ્તાનપુર ગામની સીમમાં આવેલ ખેતરમાં જીરૂનો પાક તૈયાર થઇ ગયો હતો અને બે મણ જેટલા જીરૂના જથ્થામાં એક ઇસમેં સળગાવી દઈને નુકશાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
માળિયા (મી.) તાલુકાના નવા સુલતાનપુર (વિશાલનગર) ના રહેવાસી રતિલાલ નરશીભાઈ દસાડીયાએ આરોપી જયસુખ જયંતી સીસણોદા રહે સુલ્તાનપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ખેતરમાં જીરાનો પાક ઉતારી સેરા (નાની ઢગલી) કરી હતી જે સેરામાંથી આશરે આઠ સેરા બે મણ જીરૂ કીમત રૂ ૮૦૦૦ ના જથ્થામાં પાકને નુકશાન કરવાના ઈરાદે સળગાવી દઈને નુકશાન કર્યું છે માળિયા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે