New Delhi, તા. 18
દેશમાં હાલમાં યોજાયેલા મહાકુંભ અંગે પ્રથમ વખત સંસદમાં સંબોધન સમયે ઉલ્લેખ કરતા વડાપ્રધાન Narendra Modiએ જણાવ્યું હતું કે, આજ હું આ સદનના માધ્યમથી દેશને નમન કરૂ છું અને એ સ્વીકારવું કે તેમના માધ્યમથી મહાકુંભ નું આયોજન સફળ રહ્યું છે. Narendra Modiએ આ આયોજનમાં યોગદાન આપનાર સૌ કોઇનો આભાર માન્યો હતો.
Narendra Modiએ લોકસભામાં જણાવ્યું કે, મહાકુંભમાં દેશભરના શ્રધ્ધાળુઓ અને વિશ્વના પણ લાખો લોકોએ જે રીતે ભાગ લીધો તે અભુતપૂર્વક બાબત છે, 2024માં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવએ દર્શાવ્યું હતું કે આગામી 1000 વર્ષ માટે દેશ કેટલો તૈયાર થઇ રહ્યો છે અને આ વર્ષે મહાકુંભે આપણા વિચારને વધુ મજબુત કર્યો છે અને દેશમાં સામુહિક ચેતના અને આપણુ સામર્થ્ય મહાકુંભના મારફત બહાર આવ્યું છે.
Narendra Modiએ જણાવ્યું કે માનવ જીવનના ઇતિહાસમાં અનેક એવા વળાંક આવે છે કે આગામી પેઢીને દિશા આપે છે અને મહાકુંભ તેમાં એક બની રહેશે તે મને વિશ્વાસ છે. આયોજન સમયે લોકોએ પોતાની સુવિધા, અસુવિધાની ચિંતા છોડીને સૌ કોઇ સામેલ થયા હતા આ કામ આપણી પેઢીદર પેઢીના સંસ્કારોને આગળ ધપાવવાનો ક્રમ છે.
આજે ભારતના યુવાનો તેમની પરંપરા, તેમની આસ્થાને ગૌરવ સાથે આગળ વધારી રહ્યા છે. એક દેશના સ્વરૂપમાં ભારત એ મોટા લક્ષ્યાંકો પ્રાપ્ત કરશે અને તે સાથે પણ પોતાની જે મુળભુત સંસ્કૃતિ અને વારસો છે તેની સાથે જોડાઇ રહેશે. જે ભારતની પોતાની મુડી છે. Narendra Modiએ કહ્યું કે યુવા પેઢી પૂરી શ્રધ્ધા અને આસ્થાથી મહાકુંભ સાથે જોડાઇ અને તેથી તેની સામે સવાલ ઉઠાવનારાઓને જવાબ મળી ગયો છે.
તેમણે મહાકુંભને ભારતના ઇતિહાસમાં એક અહમ મોડ તરીકે દર્શાવ્યો અને કહ્યું કે તમામનો પ્રયાસ સફળ રહ્યો છે. Narendra Modiએ ખાસ કરીને ઉતરપ્રદેશ અને પ્રયાગરાજના લોકોનો પણ આભાર માન્યો હતો.
કહ્યું કે, મહાકુંભ એ આપણી રાષ્ટ્રીય ચેતના અને જાગરણનું વિરાટ દર્શન કરાવ્યું છે અને આપણા સામર્થ્ય અંગે જે કોઇ પ્રશ્ર્ન ઉઠાવતા હતા તેને જવાબ મળ્યો છે. Narendra Modiએ તેમના ભાષણમાં મહાત્મા ગાંધીના દાંડી માર્ચ અને સુભાષચંદ્ર બોઝના દિલ્હી ચલોનો પણ ઉલ્લેખ કર્યો હતો.