New Delhi, તા. 18
દેશમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચા વધી ગયા છે. તેને કવર કરવા માટે લેવામાં હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ પણ ઓછું મોંઘુ નથી પરિસ્થિતિ એ છે કે, વીમા પ્રિમીયમના વધતા ખર્ચના કારણે લોકો લોન લઇને પોતાનું હેલ્થ કવર જાળવી રાખવા કે તેને વધારવાની કોશિશ કરી રહ્યા છે.
અહેવાલો મુજબ ફિનસેલ બીમપે ફિનશ્યોર અને ઇન્શ્યોર ફિન જેવી સ્ટાર્ટઅપ કંપનીઓ વીમા પ્રીમીયમ માટે ફાયનાન્સ કરી રહી છે. ફિનસેલ અને બીમપે દર મહિને લગભગ 7 હજાર નવા ગ્રાહકો જોડી રહી છે. સરેરાશ લોન દરેક ગ્રાહકો માટે 40 હજારની હોય છે જેના પર વ્યાજ પર 1ર ટકાથી 13 ટકાની વચ્ચે હોય છે. જે ગ્રાહકની ક્રેડીટ પ્રોફાઇલ પર નિભૃર છે.
બીમપેના સીઇઓ હનુત મહેતાના અનુસાર તેમના 70 ટકા ગ્રાહક ટિયર-2 અને ટિયર-3 જેવા નાના શહેરોથી આવે છે. આમાંથી 30 ટકા લોકોએ પહેલા કયારેય લોન લીધી નથી હોતી. તેમણે જણાવ્યું હતું કે લોકો સરળ પેમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરીને પોતાના વીમા કવરેજને વધારી શકે છે અને બહેતર સુરક્ષા મેળવી શકે છે.
વીમા ઇન્ડસ્ટ્રીના અનુમાન અનુસાર ગત એક વર્ષમાં પર ટકા પોલીસી ધારકનું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમીયમ 25 ટકા સુધી વધી ગયું છે. ફિનસેલના સીઇઓ ટિમ મેથ્યુઝે જણાવ્યું હતું કે કોરોના બાદ દર વર્ષે હેલ્થ કેર ખર્ચ વધી રહ્યો છે. હાલના એક રિપોર્ટમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોંઘવારી 14 ટકા બતાવાઇ છે. તેના કારણે યુવાનો પણ પોતાના પરિવાર માટે મોટુ હેલ્થ કવર લેવાનું પસંદ કરે છે.
હપ્તામાં ચુકવવાનો વિકલ્પ અપનાવી રહ્યા છે. ફિનસેલે 15 વીમા કંપનીઓની સાથે ટાઇઅપ કર્યુ છે. ચાર મહિના પહેલા જ શરૂ થયેલ ઇન્સ્યુર ફિને જણાવ્યું હતું કે તેને ત્યાં સરેરાશ લોન 55 હજારની છે.