તમારે ખરેખર કેટલી ઊંઘની જરૂર હોય છે ?

Share:

આપણામાંનાં મોટાભાગનાં લોકો તેની જિંદગીનો ત્રીજો ભાગ ઊંઘમાં વિતાવે છે, પરંતુ તમારે રાત્રે આઠ કલાકથી પણ ઓછી ઊંધની જરૂર હોય છે. બાળકોને વધુ ઊંઘની જરૂર હોય છે અને 65 કે તેથી વધુ ઉંમરનાં લોકો સાત થી નવ કલાકની ઊંઘની જરૂર હોય છે. તમને ખરેખર કેટલી જરૂર છે તેમાં તમારું લિંગ મહત્વની ભૂમિકા ભજવે છે.

ઊંઘ એ હજી પણ એક રહસ્ય છે, પણ તે આપણાં સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડો. રાફેલ પેલેયોએ જણાવ્યું હતું કે, ” ઊંધના કારણો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ તે એક આવશ્યક વસ્તુ છે જે આપણે બધાં કરીએ છીએ.”

જ્હોન હોપક્નિસના બિહેવિયરલ સ્લીપ મેડિસિન ક્લિનિશિયન મોલી એટવુડે જણાવ્યું હતું કે, મોટાભાગની વસ્તીને સાત થી નવ કલાકનો ઊંધ માટે સમય મળે છે અને જેઓ 7 થી 9 કલાકની ઊંઘ લે છે તેને આરોગ્ય સમસ્યાઓ સાથે સૌથી ઓછી થાય છે.

એટવૂડે જણાવ્યું હતું કે લોકો છ કલાકથી ઓછી ઊંઘ લે અથવા સરેરાશ નવ કલાકથી વધુ ઊંઘ લે ત્યારે આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે, પરંતુ દરેક વ્યક્તિ માટે તે અલગ અલગ હોય છે.

જ્યારે તમે એ જાણવાનો પ્રયાસ કરો છો કે તમારે કેટલી ઊંઘની જરૂર છે, ત્યારે તેની ગુણવત્તા વિશે વિચારવું અગત્યનું છે, પેલેયોએ કહ્યું કે તમે સુઈને ઉઠો ત્યારે તાજગી અનુભવો છો કે નહીં તે મહત્વનું છે.” પેલેયોએ કહ્યું કે “જો કોઈ મને કહે કે તેઓ ઘણી કલાકો સુધી સૂઈ જાય છે પરંતુ તેઓ થાકેલાં જાગે છે, તો કંઈક ખોટું થઈ રહ્યું છે.

આપણાં સમગ્ર જીવન દરમિયાન આપણને જેટલી ઊંઘની જરૂર છે તે બદલાવાની જરૂર છે. નવજાત શિશુઓને 14 થી 17 કલાકની ઊંઘની જરૂર હોય છે. એટવુડે જણાવ્યું હતું કે, “ચોક્કસપણે જ્યારે આપણે બાળકો હોઈએ છીએ ત્યારે આપણો ખૂબ જ ઝડપથી વિકાસ થતો હોય છે તેથી વધુ ઊંઘની જરૂર પડે છે.”

નેશનલ સ્લીપ ફાઉન્ડેશન ભલામણ કરે છે કે 26 થી 64 વર્ષની વયનાં મોટાભાગનાં પુખ્ત વયનાં લોકો સાતથી નવ કલાકની ઉંઘ લે છે. જે લોકો 65 કે તેથી વધુ ઉંમરનાં છે તેઓ સહેજ ઓછી ઊંઘ લઇ શકે છે, અને 16 થી 25 વર્ષની વયનાં યુવાન પુખ્ત વયનાં લોકો સહેજ વધારે ઊંઘ લઇ શકે છે.

મનુષ્ય લગભગ 90 મિનિટના ગાઢ ઉંઘના તબક્કામાંથી પસાર થાય છે. રાતનાં પહેલાં ભાગમાં ગાઢ નિંદ્રા આવે છે, જે શરીરને સ્વસ્થ કરવા માટે જરૂરી છે અને ત્યારે જ “ગ્રોથ હોર્મોન” પણ રિલીઝ થાય છે.

રાત્રિ પછીની કલાકોમાં, ઊંઘનું ચક્ર વધુ ઝડપથી, અથવા સ્વપ્નની ઊંઘમાંથી પસાર થાય છે, જે શીખવા અને યાદશક્તિના એકત્રીકરણ માટે મહત્વપૂર્ણ છે, અથવા ટૂંકા ગાળાની મેમરી લાંબા ગાળાની મેમરીમાં ફેરવાય છે તે આ સમયે થાય છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકો વધુ “ગાઢ નિંદ્રા” મેળવે છે, જેમાં લગભગ 50% રાત્રે  હોય છે.

એટવુડે જણાવ્યું હતું કે, સંશોધન એ દર્શાવતું નથી કે સ્ત્રીઓને વધુ ઊંઘની જરૂર હોય છે, પરંતુ પુરુષોની તુલનામાં સ્ત્રીઓ સરેરાશ થોડી વધુ ઊંઘ લે છે. તેની શરૂઆત નાની ઉંમરમાં જ થાય છે. પેલેયોએ જણાવ્યું હતું કે, જો કે તેમની ઊંઘની જરૂરિયાત સરખી હોય છે, પરંતુ ટીનએજ છોકરીઓને ટીનએજ છોકરાઓ કરતાં ઓછી ઊંઘ મળતી હોય છે. આ ઉપરાંત, કિશોરવયની છોકરીઓ અનિદ્રાની ફરિયાદ વધુ પ્રમાણમાં કરે છે.

જ્યારે મહિલાઓ પ્રથમ વખત માતા બને છે, ત્યારે તેઓ મોટાભાગે આખી રાત નવજાત શિશુઓની સંભાળ રાખે છે, જેનો અર્થ થાય છે ઓછી ઊંઘ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને યુસી બર્કલેમાં ઊંઘનો અભ્યાસ કરતાં પ્રોફેસર એલિસન હાર્વેએ જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન હોર્મોન્સ મહિલાઓની ઉંઘની માત્રા અને ગુણવત્તાને અસર કરી શકે છે.  એટવુડે જણાવ્યું હતું કે, મહિલાઓને માસિક ચક્ર પહેલાં જ વધુ ઉંઘની પણ જરૂર પડી શકે છે.

જો તમને ચીડિયાપણું અને બેધ્યાનપણું લાગતું હોય તો તમને ખબર પડશે કે તમને પૂરતી ઊંઘ મળતી નથી. લાંબા ગાળે, તે નાના લક્ષણો ગંભીર સમસ્યાઓ પણ બની શકે છે. એટવુડે જણાવ્યું હતું કે, “જો તમને પૂરતી ઊંઘ ન આવી રહી હોય અથવા તમને અનિદ્રા અથવા સ્લીપ એપનિયાની સારવાર ન કરવામાં આવી હોય, તો તમારા ડિપ્રેશનનું જોખમ વધી જાય છે.

તેમણે કહ્યું કે, જો પુરતી ઊંઘ ન લો તો હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગના હુમલા અને પક્ષાઘાતનું જાખમ જેવી કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યાઓનું જાખમ વધી જાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તમને અલ્ઝાઈમર થવાનું જોખમ વધી જાય છે. જો તમે દરરોજ રાત્રે સારી ઊંઘ લઈ રહ્યાં હોવ, પરંતુ તેમ છતાં તમે થાક અનુભવતાં હો, તો તમે ડોક્ટર પાસે જવાનું વિચારી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *