Mumbai,તા.18
સરકાર દ્વારા જાગૃતિના અનેક પ્રયાસો છતા પણ હજું ડીજીટલ એરેસ્ટમાં લોકો જંગી નાણા ગુમાવી રહ્યા છે અને મુંબઈમાં એક મહિલાને તેના આધારકાર્ડના ગેરકાનુની રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેવી ધમકી અપાયા બાદ ડીજીટલ એરેસ્ટ કરીને તેની પાસેથી રૂ.20.25 કરોડ પડાવી લેવાયા હતા.
આ મહિલાને ત્રણ ત્રણ મહિના સુધી ડિજીટલ એરેસ્ટ રખાઈ હતી. તા.26 ડિસેમ્બરથી 3 માર્ચના ગાળા દરમ્યાન તેની પાસેથી રૂા.20.25 કરોડની રકમ પડાવાઈ હતી.
86 વર્ષના આ મહિલા પર આવેલા ફોનમાં તેના પર આધાર ગેરઉપયોગ અંગે ડરાવવામાં આવ્યા હતા તથા તેને સતત રીતે વિડીયો કોલથી ‘બાન’માં રાખીને અલગ અલગ ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરવાની ફરજ પડી હતી. પોલીસે આ અંગે હવે તપાસ શરૂ કરી છે.