રાજકારણના ધંધામાં દક્ષિણના રાજયોના MLA સૌથી ધનવાન

Share:

New Delhi,તા.18
રાજકારણ એ ચોખ્ખા નફાનો ધંધો છે અથવા તો કહો કે વકરો એટલો નફો છે તે દ્રષ્ટાંત આપણા દેશના વિવિધ રાજયોના ધારાસભ્યો પણ પુરા પાડી રહ્યા છે અને હજુ સાંસદોનો તો તેમાં સમાવેશ કરાયો નથી. હાલમાં જ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ જે સંસ્થા રાજકીય ભ્રષ્ટાચાર પર સીધર નજર રાખે છે તેના એક રીપોર્ટ મુજબ દેશના ધારાસભ્યો (એમએલએ)ની કુલ સંપતિ ત્રણ ઉતરપુર્વના રાજયોના કુલ બજેટ કરતા પણ વધુ છે.

ચુંટણી સુધારા સહિતના ક્ષેત્રે કામ કરતી આ સંસ્થા અનેક વખત રાજકીય નેતાઓ અને સરકારોને પરેશાન કરે પણ સત્ય હોય અને આંકડા-તથ્યો સાથેના રીપોર્ટ રજુ કરે છે તેનો આ લેટેસ્ટ રિપોર્ટ ચોંકાવનારો છે.

જેમાં જણાવાયુ છે કે દેશના તમામ રાજયોના ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.73348 કરોડ છે. જે નાગાલેન્ડ (રૂા.23086 કરોડ) ત્રિપુરા (રૂા.26892 કરોડ) અને મેઘાલયા (રૂા.22022 કરોડ)ના કુલ સરવાળા કરતા પણ વધુ છે.

દેશની 28 ધારાસભાના 4123 ધારાસભ્યોની કુલ મિલ્કતો પરથી આ આંકડા મેળવાયા છે. જે રાજયોના ધારાસભ્યો સૌથી વધુ ધનવાન છે. તેમાં કર્ણાટક મોખરે છે જેમાં 223 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.14179 કરોડ છે. આમ અહી દરેક ધારાસભ્ય સરેરાશ રૂા.63 કરોડની મિલ્કત ધરાવે છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર છે જેને 286 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.12424 કરોડ છે.

આંધ્રપ્રદેશના 174 ધારાસભ્યોની કુલ મિલ્કત 11323 કરોડ, તેલંગાણાના 119 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.4637 કરોડ અને ઉતરપ્રદેશના 403 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.3247 કરોડ છે. જો પક્ષવાર આ સ્થિતિ જોવામાં આવે તો ભાજપ જેમ દેશનો સૌથી તવંગર પક્ષ છે તો તેના 1633 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.26270 કરોડ છે જે સૌથી વધુ ધનવાન ધારાસભ્યો ધરાવે છે.

કોંગ્રેસના 646 ધારાસભ્યો રૂા.17357 કરોડની મિલ્કત ધરાવે છે અને ટીડીપીના 134 ધારાસભ્યો રૂા.910.8 કરોડ, શિવસેનાના 59, ધારાસભ્યો રૂા.1758 કરોડ અને ડીએમકેના 132 ધારાસભ્યો રૂા.1675 કરોડની મિલ્કતો ધરાવે છે.

સૌથી વધુ ધનવાન ધારાસભ્યો જે બિલિયોનર્સની કક્ષામાં આવી શકે તેમાં આંધ્રમાં 16, કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 6, તેલંગાણામાં 6 અને હરીયાણામાં 6 ધારાસભ્યો અબજોપતિ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *