Jamnagar, તા. ૧૫
જામનગર જિલ્લા ના મોટી ખાવડી ગામ માં કોઈ પણ માન્ય ડિગ્રી વગર એક શખ્સ દર્દીઓ ની સારવાર કરતો હોવા ની માહિતી ના આધારે પોલીસે દરોડો પાડી ને આ બોગસ ડોક્ટર ને ઝડપી પાડ્યો હતો.
જામનગર એસ.ઓ.જી. પોલીસ ના સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે બાતમી મળી હતી કે લાલપુર તાલુકા ના મોટી ખાવડી ગામ માં એક પરપ્રાંતિય શખ્સ પાસે કોઈ માન્ય તબીબી ડીગ્રી નહી હોવા છતાં તે દવાખાનુ ચલાવી ને દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આથી એસ ઓ જી પોલીસે મોટી ખાવડી ની મેન બજાર માં આવેલ દિલ્હી ક્લિનિક માં દરોડો પાડયો હતો. અને વિનોદકુમાર સુરેન્દ્રકુમાર ઝા નામના બોગસ ડોક્ટ રને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના દવાખાના માંથી દવા નો જથ્થો , સ્ટૅસ્થકોપ વગેરે મળી ને રૂ.૧૮૯૭ ની કિંમત નો મુદામાલ કબજે કર્યો છે. અને વિનોદકુમાર ઝા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.