Halvad માં વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

Share:

Morbi,તા,15

હળવદ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપી લઈને એસઓજી ટીમે વધુ તપાસ ચલાવી છે

ફરિયાદી જયકિશાન ટ્રેડીંગ નામની પેઢીના નામે રૂપિયા ૬૯,૬૪,૮૬૮ની વિશ્વાસઘાતની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ હતી જે ગુનામાં આરોપી પોણા બે વર્ષથી ફરાર હતો અને આરોપી હાલ મુંબઈમાં ગોરઈ વિસ્તારમાં હોવાની બાતમી મળતા એસઓજી ટીમને મુંબઈના ગોરઈ વિસ્સ્તર, મીરાં ભાયદરરોડ ખાતે રવાના કરી હતી જ્યાંથી આરોપી દીપક પવનકુમાર ગેહલોત (ઉ.વ.૩૯) રહે ધનરાજી એપાર્ટમેન્ટ, કારગીલનગર, જીલ્લો પાલધર મહારાષ્ટ્ર વાળાને ઝડપી લીને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે જે આરોપી અગાઉ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરના ગુનામાં પકડાયો હતો અને લાંબો સમય જેલમાં રહી ચુક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *