Rajkot,તા.15
દિવસેને દિવસે ગુજરાતના શિક્ષણ જગતને શર્મનાક કરે તેવી રેગિંગની ઘટના બનતી અટકાવવા એનએસયુઆઈએ આવેદનપત્ર આપી શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.
દિવસે ને દિવસે ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવા રેગિંગની ઘટનાઓ સામે આવે છે. સ્કુલના વિદ્યાર્થીઓને રેગિંગના કિસ્સા હોય કે મેડીકલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતું રેગિંગ હોય આ ઘટનાઓ સમગ્ર શિક્ષણ જગત અને માનવ જગતમાં એક ચિંતાનો આપણા સૌ માટેનો વિષય છે.
હાલના સમયમાં જ ત્રણ જેટલા કિસ્સાઓ સામે આવ્યા જેમાં ખાસ ધંધુકાની સ્કુલની રેગિંગની ઘટના હોય કે ભાવનગર મેડિકલ કોલેજની ઘટના હોય કે રાજકોટની એસઓએસ સ્કુલની રેગિંગની ઘટનાઓ આ ખૂબ જ ચિંતાજનક વિશે છે.
ખાસ તો અમારો આક્ષેપ છે કે, આ ઘટનાઓ કયાંકને કયાંક મેનેજમેન્ટ દ્વારા રાખવામાં ન આવતી કાળજી અને ખાનગી શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓ માત્ર ને માત્ર ફી સાથે જ લેવાદેવા હોય તે માત્ર ને માત્ર ફી ઉપર જ ધ્યાન આપવામાં આવે છે.
લાખો રૂપિયા ઉઘરાવતી સ્કુલો કોલેજોની જવાબદારી હોય છે કે તેઓ પોતાની સંસ્થામાં કોઈપણ વિદ્યાર્થીઓ જોડે રેગિંગ અથવા તો કોઈપણ પ્રકારની ઘટના ન બને તે માટે મેનેજમેન્ટ જવાબદારી હોય છે.
મેનેજમેન્ટની ના કામયાબીના હિસાબે આવા રેગિંગના બનાવો બને છે જેથી અમારું માનવું છે કે જેટલા આ બનાવમાં વિદ્યાર્થી ગુનેગાર છે એટલું જ મેનેજમેન્ટ પણ ગુનેગાર છે.
અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે આવા કિસ્સાઓ હવે ના બને તે માટે ખાસ કાળજી રાખવી જોઈએ અને આ સમગ્ર બનાવોમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ પ્રેસીડેન્ટ નરેન્દ્ર સોલંકીએ ઉઠાવી છે.