Moscow,
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં હાલ 30 દિવસના યુદ્ધવિરામની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દરખાસ્તને યુક્રેને તો તાત્કાલીક સ્વીકારી છે પણ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીને સ્પષ્ટ કર્યુ છે કે યુદ્ધ વિરામની શરતો અમેરિકા કે યુક્રેન નહી અમો નકકી કરશું તથા તે સમયે અનેક શરતો સાથે યુદ્ધ વિરામની તૈયારી દર્શાવી છે.
જો કે અમેરિકાએ રશિયા પર દબાણ વધારવા બેન્કીંગ સહિતના કેટલાક પ્રતિબંધો લાદયા છે. જેમાં ઓઈલ-ગેસનો પણ સમાવેશ થાય છે. રશિયા સાથે સમાધાનની વાતચીત કરવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટ્ટકોફ મોસ્કો પહોંચ્યા છે.
બીજી તરફ રણમેદાનમાં રશિયા અને યુક્રેન વચ્ચે ડ્રોન હુમલો ચાલુ જ છે. બીજી તરફ અમેરિકી દરખાસ્ત અંગે પ્રતિભાવ આપતા શ્રી પુટીને કહ્યું કે વિચાર સામે છે અમો તેને ટેકો આપીએ છીએ પણ અનેક પ્રશ્નો છે જે હજુ ચર્ચાની જરૂર છે જે કંઈ યુદ્ધ વિરામ થાય તે શાંતિના હેતુ માટે અને કટોકટીનુ જે મૂળ છે. તેને ઉકેલ લાવવો જરૂરી છે.
અમો આ અંગે અમેરિકી સરકાર સાથે વાતચીત કરશુ અને સંભવ હું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરીશ. મહત્વની બાબતમાં યુક્રેને રશિયાનાજ કૃષ્ક એરીયા પર અંકુશ કર્યા છે તે ખાલી કરે તેવું પુટીન ઈચ્છે છે.
પુટીને દાવો કર્યો કે આ ક્ષેત્રમાં યુક્રેનની સેનાને અલગ અલગ પાડી દેવામાં આવી છે અને હવે તે દળો સંરક્ષણાત્મક સ્થિતિમાં છે. શ્રી પુટીને પ્રશ્ન પૂછયો કે આ 30 દિવસના યુદ્ધ વિરામના સમયનો ઉપયોગ શું કરાશે? શું યુક્રેનને ફરી શસ્ત્ર સજજ કરાશે! લોકોને સૈન્ય તાલીમ અપાશે! કોણ તે અંકુશ રાખશે! અને 2000 કી.મી.ના ક્ષેત્રમાં કોણે યુદ્ધ વિરામનો ભંગ કર્યો તે કોણ નકકી કરશે! પુટીને કહ્યું કે હું સીધી ના પાડતો નથી પણ મારે સ્પષ્ટતા જોઈએ છીએ.
રશિયા ઈચ્છે છે કે યુદ્ધ વિરામના સમયગાળામાં યુક્રેનને બહારથી ફરી શસ્ત્રો મળવા જોઈએ નહી. નહીતર 30 દિવસ પછી તેઓ ફરી યુદ્ધ શરૂ કરી દેશે તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ કહ્યું કે અમેરિકાના ડરથી પુટીન સીધુ કહેતા નથી કે તેઓ યુદ્ધ વિરામ કરવા માંગતા નથી પણ તેઓ ખરેખર યુદ્ધ ચાલુ રાખવા માંગે છે.
મોસ્કો: રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીને યુક્રેન સાથેના યુદ્ધમાં જે રીતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના રાષ્ટ્રવડાઓ મહેનત કરી રહ્યા છે તે બદલ સૌનો આભાર માન્યો હતો પણ અમોને ટુંકા સમયના યુદ્ધ વિરામમાં રસ નથી.
હું પરીસ્થિતિનું આંકલન કરીને આખરી નિર્ણય લઈશ પણ ચીનના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન બ્રાઝીલ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ જે કઈ તેમનો મુલ્યવાન સમય શાંતિ માટે આપ્યો છે તે બદલ અમો તેના આભારી છીએ. આમ કહી તેઓએ હવે યુદ્ધ વિરામ માટે તેઓજ નિર્ણય લેશે તે સંકેત આપી દીધો છે.