New Delhi,
કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષના આવકવેરા સહિતના ટેક્ષ વસુલ કરવાના લક્ષ્યાંક પાર પડશે તે નિશ્ર્ચિત બન્યા બાદ હવે વિવિધ અદાલતો આવકવેરા ટ્રીબ્યુનલ સહિતના સ્તરે જે ટેક્ષ વસુલાતના કેસ પેન્ડીંગ છે તેમાં રૂા.14 લાખ કરોડથી વધુની વસુલાત માટે હવે તૈયારી કરી છે.
જેમાં ટોચના 5000 કેસોને અલગ તારવીને તેની ડેટાબેન્ક બનાવાઈ છે અને તેમાં હવે રીકવરી માટે ખાસ અધિકારીઓ પણ નિયુક્ત કરવામાં આવશે તથા આ પ્રકારે એકથી વધુ પ્રકારના કરવેરામાં જે બાકીદાર હોય તેઓનો ડેટા પણ એક સાથે કરવામાં આવી રહ્યા છે જેની તમામ વેરાની એક સાથે વસુલાત કરી શકાશે.
આ માટે ડેટા ફાયનાન્સીયલ યુનિટને ખાસ જવાબદારી સોપવામાં આવી છે. ફકત 2021 સુધીનાજ આંકડામાં રૂા.14 લાખ કરોડની વસુલાત બાકી છે. નાણામંત્રાલય ખુદ સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ રકમ રૂા.14,41,255 કરોડ થવા જાય છે અને આ રીતે વર્ષ દરમ્યાન જે સીધા કરવેરાની આવક છે તેની લગભગ નજીકની રકમ લાંબા સમયથી રીકવરીમાં ખેચાઈ રહી છે.
ગત વર્ષે સરકારને ડાયરેકટ ટેક્ષમાં રૂા.18 લાખ કરોડની આવક થઈ છે. સરકારે હવે આ પ્રકારે બાકી વસુલાતમાં ડિમાન્ડ ફેસીલિટેશન સેન્ટરની સ્થાપના કરી છે તો જીએસટી વિભાગની બાકી રકમ રૂા.2.26 લાખ કરોડની થઈ છે. સરકારના જવાબ મુજબ જેઓ પાસે મોટી વસુલાત બાકી છે.
તેમાં મોટાભાગના કરદાતાઓના જે એકાઉન્ટ એટેચ કરાયા છે તેમાં આ પ્રકારે વસુલાત કરી શકાય તેવી રકમ પણ જમા નથી તથા તેમના ધંધાકીય નામ-સરનામા પણ હવે બદલાઈ ગયા છે જેથી તેમના આધાર-મોબાઈલ ડેટાના આધારે પણ તેમને શોધીન પછી તેમની પાસેથી વસુલાત કરાશે.