New Zealand ના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્ઝન પણ હોળી મનાવતા-નજરે પડી રહ્યા છે

Share:

New Zealand.તા.15

ગઈકાલે દુનિયાના વિવિધ દેશોમાંથી હોળી – ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેની તસવીરો વાઇરલ થઈ રહી છે. એમાં ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્ઝન પણ હોળી મનાવતા-નજરે પડી રહ્યા છે.

તેઓ દેશી અંદાજમાં ગળામાં ‘હેપી હોલી’ લખેલો ગમછો નાખીને અને ફૂલની માળા પહેરીને સિલિન્ડરમાંથી લોકો પર રંગ ઉડાડતા નજરે પડી રહ્યા છે.

ગુરુવારે લેવામાં આવેલા આ વિડિયોમાં તેઓ ન્યુ ઝીલેન્ડના ઑકલેન્ડમાં આવેલા ઇસ્કોન મંદિરમાં હોળી રમી રહ્યા હતા. આ વિડિયોના બેકગ્રાઉન્ડમાં શંખધ્વનિ પણ સંભળાય રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *