Morbi,તા.13
રાતીદેવડી ગામે વીજ બીલ ભર્યું ના હોય અને વાડીનું ખેતીવાડી કનેક્શન કેમ કાપી નાખ્યું કહીને ત્રણ ઇસમોએ પીજીવીસીએલ કર્મચારીને ગાળો આપી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ બોટાદ જીલ્લાના વતની અને હાલ વાંકાનેર ભાટિયા સોસાયટી પાસે રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા હરપાલસિંહ નિર્મળસિંહ ગોહિલે આરોપીઓ મહમદફરીદ ઉસ્માન કડીવાર, કડીવાર ગુલામમોયુદીન આહમદ અને કડીવાર યુસુફ આહમદ રહે રાતીદેવરી વાળા વિરુધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને તેના વીજ તંત્રના અન્ય કર્મચારીઓ રાતીદેવરી ગામે વાકિયા રોડ પર સરકારી સ્કૂલ પાસે હતા અને આરોપીઓ વીજ બીલ ભરતા ના હોય જેને ફરિયાદી હરપાલસિંહ સાથે ભેગા થઇ જતા ઉભા રાખી ઊંચા અવાજે કાલે તમે અમારી વાડીનું ખેતીવાડી કનેક્શન કેમ કાપી નાખ્યું કહીને ગાળો આપી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે