Ahmedabad Airport ની મથકે દાણચોરીથી ઘુસાડાયેલુ વધુ 1.29 કરોડનું સોનુ ઝડપાયુ

Share:

Ahmedabad,તા.13
અમદાવાદ વિમાની મથકેથી સોનાની સતત વધી રહેલી દાણચોરીમાં હવે એરએશિયાની ફલાઈટ મારફત અહી પહોંચેલા બે મુસાફર પાસેથી રૂા.1.29 કરોડનું સોનુ ઝડપી લેવામાં આવ્યુ હતું.

આજે સવારે આ ફલાઈટ અહી પહોંચી પછી કસ્ટમની તલાશી સમયે આ બંને મુસાફરોએ સોનાની પેસ્ટ બનાવી હતી અને તે પ્લાસ્ટીકની સ્ટીકમાં છુપાવીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો.

આ બંને મુસાફરોએ તેના શરીર સાથે આ સ્ટીક ચોટાડી દીધી હતી અને નો ડીકલેર ઝોનમાંથી નીકળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અગાઉથી મળેલી બાતમી પરથી બંનેને અટકાવીને તલાશી લેવાતા તેમની પાસેથી આ સોનુ ઝડપી લેવાયુ હતું. જેમાં વધુ પુછપરછ શરુ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *