Chandrayaan-4 માટે મહત્વપૂર્ણ ડી-ડોકિંગ પ્રક્રિયા સફળ

Share:

Sriharikota,તા.13

ભારતના ચંદ્રયાન-4 પ્રોજેકટમાં ધરતી પરથી મોકલવામાં આવનાર ચંદ્રયાનને ચંદ્રની ધરતી પર ઉતારીને ત્યાંથી ખડક-માટી-વિ.ના નમુના તથા હવામાન સંબંધી માહિતી મેળવીને પરત પૃથ્વી પર આવે તે અભિયાનનો સમાવેશ થાય છે.

ભારતનું આ અવકાશી મિશન એ રીટર્ન જર્નીનું પ્રથમ સાહસ છે અને તે માટે ચંદ્ર પર ઉતરનાર લેન્ડર તેની પરત મુસાફરીમાં જે રીતે મુખ્ય યાન સાથે પરત ચંદ્ર પર ઉતરવા અલગ થાય અને પરત ફરી જોડાય જાય તેવી ડોકિંગ-ડી-ડોકિંગ જે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે તેમાં ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરોએ સફળતા હાંસલ કરતા હવે આ યાનની સફર નિશ્ચિત બની છે.

અગાઉ ડોકિંગ-બે યાનને જોડવાની પ્રક્રિયા સફળ બનાવાઈ હતી. હવે સ્પેસડેકસ ઉપગ્રહ મારફત ડી-ડોકિંગ પ્રક્રિયા પણ સફળ બની છે. સ્પેસડેકસ એ બે ઉપગ્રહોને આકાશમાં જોડવાની પ્રક્રિયા છે.

આમ ભારતે તે ટેકનોલોજી સફળતાપૂર્વક પ્રયોગ તબકકે હાંસલ કરી છે. આ સમગ્ર પ્રક્રિયાને ડી-ડોકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ તા.16 જાન્યુઆરીએ ‘ડોકિંગ’ની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. હવે ડી-ડોકીંગમાં પણ સફળતા મળી છે.

વિશ્વના ચુનીંદા દેશો જ આ પ્રકારની ટેકનોલોજી હાંસલ કરી શકયા છે. કેન્દ્રના વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી શ્રી જીતેન્દ્ર સિંઘે આ બદલ ઈસરોની ટીમને અભિનંદન આપ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *