Vadodara,તા.13
વડોદરા શહેરમાં હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.ભૂતકાળમાં હોળી ધુળેટીના પર્વ દરમિયાન અશાંતિ સર્જાવાના બનાવો બન્યા હોવાથી વડોદરા પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ પોલીસની ટીમો મોડી રાત સુધી પેટ્રોલિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે આજથી ચાર દરવાજા અને તેની આસપાસના વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે. ડ્રોન મારફતે ધાબાઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.