Dwarka, તા. 13
યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવવામાં આવી રહયો છે.
ભાવિકોને દ્વારકાધીશજીના દૈદિપ્યમાન શ્વેત પરિધાન સાથેના ઉત્સવ દર્શન નિહાળી ભાવિકોને ભાવવિભોર થાયા છે. પૂજારી પરિવાર દ્વારા ફુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે. જેના દર્શન મનોરથોનો હજારો ભાવિકો સન્મુખ તેમજ ઓનલાઈનના માધ્યમથી પણ દેશ વિદેશમાં લાખો ભાવિકો લાભ લઈ રહ્યા છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં રોજ જગતમંદિરમાં ફુલડોલ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમાના રોજ દ્વારકા તેમજ જગતમંદિરોમાં ધાર્મિક પરંપરા ઊજવણી કરવામાં આવશે. ઠાકરના બપોરે જણાવ્યાનુસાર 1:15 વાગ્યે ધાણી, દાળીયા, ખજૂર, સામાન્ય રીતે ફાગણ વદ એકમના ઉત્સવ મનાવાય છે.
પરંતુ આ પૂર્ણિમાના દિવસે હોય તા. 14 મી એ બેટ દ્વારકામાં આવેલાં દ્વારકાધીશ અનુસાર ભાવિકો સંગ દોલોત્સવની જગતમંદિરના પૂજારી પ્રણવભાઈ સોમવાર તા. 14 મી માર્ચના રોજ ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) સૂકોમેવો, પતાસા વિગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નીજ સભાગૃહમાં બાલસ્વરૂપને ઝુલામાં સ્થાપન કરાવી દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે.
હોજમાં ફૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાના ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો પ્રારંભ થશે. આરતી પ્રારંભે કેસુડાં – કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજીસંગ ધૂળેટી રમાશે. બાદ દ્વારકાધીશજીના શ્રીઅંગ પર પધરાવવામાં આવેલ અબીલ-ગુલાલની છોળો(રંગ) ભાવિક ભકતોને પ્રસાદીરૂપે ઉડાડવામાં આવશે.
બપોરે 1.30 કલાકે ઠાકોરજીના રાજાધિરાજ સ્વરૂપના પૂર્ણ શૃંગાર સાથે શ્રીઅંગ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ તથા અલંકારો તેમજ સફદ વસ્ત્રો સાથેના ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન ખૂલ્લાં મૂકાશે.
દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે 1.30 થી 2.30 કલાક સુધી ભાવિકો વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલ વડે પરંપરાગત રીતે દોલોત્સવ ઊજવાશે. આ ઉપરાંત દેશ વિદેશમાં લાખો શ્રધ્ધાળુઓ ઓનલાઈનના માધ્યમથી જગતમંદિરમાં થનારા દોલોત્સવને નિહાળશે.
ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રધ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસગરબાઓ તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. પદયાત્રિકોનું સેવાભાવી સંસ્થાઓ તથા સેવાકેમ્પના સંચાલકો દ્વારા સ્વાગત સાથે ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સહિયારા પ્રયાસો કરવામાં આવી રહયા છે.
ટાઢ-તાવ, ઠંડી – ગરમી, તડકો છાંયો એ બધુ એક તરફ રાખીને ડી.જે.ના સથવારે નાચતા-નાચતા અંતર કાંપતા પદયાત્રિકોની કાળિયા ઠાકોર પ્રત્યેની લગની જ કાંઈક અલગ હોય છે. પદયાત્રિકોનો જુસ્સો જોતા એવું લાગે છે કે તેમની દ્વારકાધીશ પ્રત્યેની લગની કેટલી પ્રબળ છે.