Stock Market ની એકધારી મંદીથી સ્યુસાઈડ હેલ્પલાઈન પર કોલ વધ્યા

Share:

Ahmedabad,તા.13

જીવન આસ્થા હેલ્પલાઈન માટે આ એક નવો અને ઓચિંતો સર્જાયેલો અનુભવ છે અને તે છે શેરબજારમાં જે રીતે મંદીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને સેન્સેકસ-નિફટી-સતત નવી નીચી સપાટીએ આવી રહ્યા છે તે માટે આ માર્કેટમાં નાણા ગુમાવનાર હવે જીવનની આશા ગુમાવીને આપઘાત કરે છે અથવા તનાવમાં આવી જાય છે.

તેઓ છેલ્લા ઉપાય તરીકે આ માનસીક સધીયારો આપતી હેલ્પલાઈનમાં મદદ માંગે છે. ભારતીય શેરબજારે કદાચ આટલી લાંબી અને અંતવિહીન દેખાયેલી મંદી જોઈ નથી અને જે રીતે માર્કેટના ચડતા દિવસોમાં જેઓએ મોટી રકમ રોકી છે અથવા ડે-ટ્રેડર્સ બનીને સાંજે 10-15 હજાર કમાવી લેવાની લાયમાં મોટું જોખમ લીધુ છે.

તેઓને હવે બહાર નિકળવાનો કોઈ માર્ગ જોવા મળતો નથી. હજારો નહી કદાચ લાખો લોકો એવા છે. જેઓએ પોતાના જીવનની કમાણી આ રીતે શેરસટ્ટામાં હોમી દીધી છે અનેક તો લોન લઈને મિત્રો કે સંબંધીઓ પાસેથી ઉંચા વ્યાજે નાણા લઈને શેરબજારમાં રોકયા હતા તેઓને આ સ્થિતિ અસહ્ય બની છે. સેંકડો કુટુંબો એવા છે જેના બાળકોની ફી ભરવા પૈસા નથી અને તેના કુટુંબને આ શેરબજારના નુકશાનની કઈ વાત કરી શકે તેમ નથી.

આવુ જ ઓનલાઈન બેટીંગ, ઓનલાઈન ગેમીંગ, સટ્ટાબજારમાં છે. ગુજરાતમાં સાહસિક ગણાય છે પણ કયારેક ખોટું સાહસ કરી બેસે છે. જીવનઆસ્થા હેલ્પલાઈનના પ્રોજેકટ કોઓર્ડીનેટર પ્રવિણભાઈ વાલેરા કહે છે કે, અમોને મળતા દર ત્રણમાંથી એક કોલ આ રીતે નાણાકીય તનાવના હોય છે અને કયારેક તો હત્યા સહિતના કૃત્યો પણ કરી જોવે છે.

વડોદરાના 33 વર્ષના વિવેક દુબેએ તેના શ્વસુર જીતેન્દ્રસિંઘ અને સાસુ લતાની એટલે હત્યા કરી કે શેરબજારમાં મોટી રકમ ગુમાવી હવે તેણે પેમેન્ટ કરવાનું હતું અને તેથી સાસુ-સસરાના ઘરેણા વિ. ચોરવા માટે બન્નેની હત્યા કરી.

આ ફકત એક જ ઘટના નથી. મહાનગરોની નાના શહેરોમાં પણ હવે શેરબજાર કડાકાની અસર છે. હાલમા જ એક કુટુંબે આત્મહત્યા કરી. કારણ કે તેને સ્ટોકમાર્કેટના પેમેન્ટનું દબાણ હતું જે તમો કરી શકે તેમ ન હતા. સુરતમાં હીરાબજારની મંદીએ પણ હવે ભોગ લેવા લાગ્યા છે. લોકો સસ્તામાં ઘર-વાહન વેચી રહ્યા છે. બાળકોને સસ્તી શાળામાં દાખલ કરવા માંગે છે.

ઓનલાઈન બેટીંગ, ગેમીંગમાં પણ યુવાનો સતત નાણા ગુમાવે છે. ઓનલાઈન લોન જે મીનીટોમાં અપાય છે તેમાં પણ રીપેમેન્ટ શકય નહી બનતા અંતે તે આત્મહત્યા કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *