New Delhi.તા.8
દિલ્હી આવ્યા બાદ સ્ટાર પિસ્તોલ શૂટર મનુ ભાકરનું સેંકડો સમર્થકો અને તેના પરિવારના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મનુ કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીને મળ્યા હતા.
પેરિસ ઓલિમ્પિકમાં સ્ટાર પિસ્તોલ શૂટર મનુ ભાકર, જેણે ઓલિમ્પિકમાં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો, તે ગઈકાલે ઘરે પરત ફર્યા હતા. દિલ્હી આવ્યા બાદ મનુ ભાકર 10 જનપથ પહોંચ્યા અને કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યાં હતાં. મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે.