Morbi,તા,12
નવાપરા જીઆઈડીસીમાં રેડ કરી પોલીસે બે સ્થળે વરલી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા જીઆઈડીસીમાં રેડ કરી જાહેરમાં વરલી જુગાર રમતા આરોપી સાહિલ હનીફ ભટ્ટીને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૬૭૦ જપ્ત કરી છે બીજી રેડમાં નવાપરા જીઆઈડીસીમાં જાહેરમાં વરલી જુગાર રમતા આરોપી લાલજી ભગવાનજી કુણપરાને ઝડપી લઈને રોકડ રૂ ૬૩૦ જપ્ત કરી છે