વાંકાનેરના રાતીદેવડી રોડ પર છકડો રીક્ષામાંથી પડી જતા ઈજાગ્રસ્ત બાળકનું મોત

Share:

Morbi,તા,12

રાતીદેવડી રોડ પર છકડો રીક્ષામાં બેસેલ ૧૦ વર્ષનું બાળક નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં બાળકનું મોત થતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે

હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા ગોપાલ વિહાભાઇ વિંજવાડિયા (ઉ.વ.૧૦) વાળું બાળક ગત તા. ૧૧ ના રોજ છકડો રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૧૨૨૩ માં આગળ પેટી પર બેસી વાંકાનેર તરફ જતો હતો ત્યારે રાતીદેવડી રોડ પર અચાનક છકડો રીક્ષામાંથી નીચે પડી જતા બાળકને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ  લઇ જતા હતા ત્યારે રસ્તામાં ખીજડીયા પાસે પહોંચતા બાળકનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *