Morbi,તા,12
ઉંચી માંડલ નજીકથી બોલેરોમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના ક્રુરતાપૂર્વક બાંધી ૦૩ ભેંસની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રહેતા ખુશાલ સુરેશભાઈ વડાલીયાએ આરોપી જીવણ મેઘાભાઇ પઢારીયા (ઉ.વ.૫૦) રહે ચાચાપર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૩૬ ટી ૧૧૯૧ વાળીમાં ભેંસ પાડી નંગ ૦૩ દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના લઈને નીકળતા ઉંચી માંડલ ગામ પાસેથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે