નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (એનડીએફ) માર્કેટમાં યુએસ ડોલરની મજબૂત માંગને કારણે ડોલર સામે રૂપિયો તીવ્ર ઘટાડો થયો. ગયા સોમવારે રૂપિયો ૦.૫૨ ટકા નબળો પડયો હતો, જે બે અઠવાડિયામાં સૌથી મોટો ઘટાડો હતો.
એક ખાનગી બેંક ડીલરે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે લગભગ ૩-૪ બિલિયન ડોલર એનડીએફ પાકશે, જેના કારણે ડોલરની માંગ વધુ છે. એશિયન કરન્સીમાં રૂપિયાનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂપિયામાં ૪.૫ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૫માં ડોલર સામે રૂપિયામાં ૧.૯૭ ટકાનો ઘટાડો થયો છે. ડિસેમ્બરના અંતમાં સેન્ટ્રલ બેંક પાસે ૬૭.૯ બિલિયન ડોલરની ટૂંકી સ્થિતિ હતી.
એનડીએફ માર્કેટ ઊંચા ભાવો દર્શાવી રહ્યું હતું અને સારી આર્બિટ્રેજ તકને કારણે ખરીદીમાં રસ વધ્યો હતો, પરંતુ ૮૭.૩૦થી ૮૭.૩૫ની આસપાસ, રિઝર્વ બેંકે સરકારી અને વિદેશી બેંકો દ્વારા પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વ્યાપક ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે યુએસ રોજગાર ડેટામાં ધીમી રોજગાર વૃદ્ધિ અને બેરોજગારી વધી હોવાથી ડોલર ઇન્ડેક્સ ૦.૧૩ ટકા ઘટયો છે. ચીનમાં ડિફ્લેશનની ચિંતાઓ વચ્ચે યુઆનનો ઘટાડો અન્ય એશિયન ચલણો પર પણ દબાણ લાવે છે. એપ્રિલમાં ઊંચી આયાત જકાતને કારણે ભારત પર અમેરિકાના પ્રતિશોધાત્મક જકાતનું જોખમ વધારે છે, જેના કારણે રૂપિયામાં ઘટાડાનું જોખમ વધ્યું છે.
જોકે, ડીલરોએ જણાવ્યું હતું કે યુએસ પેરોલ્સ ડેટા રૂપિયા પર દબાણ લાવ્યો નથી કારણ કે ઇમ્ૈંની ફોરવર્ડ બુક નોંધપાત્ર રીતે ટૂંકી છે અને આ બજારને સંકેત આપી રહ્યું છે કે રૂપિયામાં વધારો થવાની બહુ તક નથી, જેના કારણે ચલણ નબળું પડી રહ્યું છે.
એક ખાનગી બેંક ડીલરે જણાવ્યું હતું કે જ્યાં સુધી બજારમાં વાસ્તવિક પ્રવાહ ન આવે ત્યાં સુધી રૂપિયો વધવાની શક્યતા ઓછી લાગે છે.