છ એરબેગ્સ સાથે Maruti Alto K10 સૌથી સસ્તી કાર

Share:

ભારતમાં સૌથી વધુ વેચાતી એન્ટ્રી લેવલ કારોમાંની એક, મારુતિ સુઝુકી અલ્ટો K10 હવે વધુ સુરક્ષિત બની ગઈ છે. મારુતિ સેલેરિયો અને બ્રેઝામાં 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ)નો સમાવેશ થયા પછી, હવે મારુતિ અલ્ટો K10ને પણ એક નવું સેફ્ટી અપડેટ કર્યું છે. તેના અપડેટેડ 2025 મોડેલના તમામ વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ હશે.

આ સાથે, મારુતિ અલ્ટો K10 હવે 16 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. આ પછી પણ, તે ભારતમાં 6 એરબેગ્સ ધરાવતી સૌથી સસ્તી કાર છે. મારુતિ અલ્ટો K10 ની કિંમત રૂ. 4.23 લાખથી રૂ. 6.21 લાખ (એક્સ-શોરૂમ પેન ઈન્ડિયા) ની વચ્ચે છે. આ સેગમેન્ટમાં તે રેનો ક્વિડ અને મારુતિ એસ-પ્રેસોને ટક્કર આપશે. 6 એરબેગ્સ ઉપરાંત, કારમાં EBD સાથે ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), બધી સીટો માટે 3-પોઇન્ટ સીટબેલ્ટ, એન્જિન ઇમોબિલાઇઝર અને રીઅર પાર્કિંગ સેન્સર જેવા સેફ્ટી ફીચર્સ પણ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *