Panchmahalના ધનેશ્વર ગામમાં મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત

Share:

Panchmahal,તા.12
ઘોઘંબા તાલુકામાં સાત કિલોમીટર દુર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલય સ્કુલના પટાંગણમાં જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે. જેમાં ગઈ કાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી મૂર્તિને ખંડિત થતા જૈન સમાજ રોષે ભરાયો.

આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુ ભાઈ, તથા પ્રિન્સિપાલ મહેન્દ્ર ભાઈ ,પાવાગઢ તીર્થ ના ભરતભાઈ જૈન સુખદેવ વ્યાસ સહિત ના અગ્રણી ઓ ઘોઘંબાના રાયગઢ પોલિસ ઇન્સ્પેક્ટર બુટીયાજીને રજૂઆત કરતા મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવી ફુટેજ ના આધારે આ ઘટનાને અંજામ આપનાર તત્વો ને પકડી પડાયાં છે.

જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતા જોતા હિન્દુ નેતા અને ધારાશાસ્ત્રી નિરજ જૈને પણ પોલીસ ઝડપી આરોપીઓને પકડી પાડે તે માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના સંદર્ભે તુટેલી મૂર્તિના ફોટાઓ અને વિડિયો વાયરલ થતાં જૈન સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.આ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે.

આવા તત્વોની સામે પોલીસે કડક કર્યવાહી કરવી જોઈએ એડવોકેટ નિરજ જૈન જણાવ્યું કે ધનેશ્વર ગામમાં મહાવીર સ્વાની પ્રતીમાં,ગૌતમ સ્વામીની પ્રતીમાં અને વલ્લભસુરી મહારાજની આ ત્રણેય પ્રતિમાંને ખંડીત કરવામાં આવી છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રાજગઢ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી લીધા છે. તત્વોની સામે પોલીસે કડક કર્યવાહી કરવી જોઈએ.તેવી માંગ ઉઠી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *