Ahmedabad,તા. 12
ગાંધીનગર ખાતે આવેલી વિવાદીત મિલકત વેચાણ અંગેનો કરાર કરવાના અને ત્રાહિત હક્કો ઉભા કરવાના ગુજરાત હાઇકોર્ટના વર્ષ 2010માં યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા અંગેનો હુકમ છતાં તે જમીનનો દસ્તાવેજ કરીને નાણાંકીય લાભ મેળવવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે ચાર સિનિયર સિટીઝન મહિલાઓને અદાલતના તિરસ્કાર બદલ કસુરવાર ઠેરવીને 2 હજારનો દંડ ફટકાર્યો હતો અને 1 લાખ કોસ્ટ કરીને હાઇકોર્ટની રજિસ્ટ્રી માં જમા કરાવવાનો આદેશ કર્યો હતોં.
આ ઉપરાંત પ્રસ્તુત મિલકત બાબતનો બાનાખત પણ રદ કરવાનો પણ આદેશ કર્યો હતોં. ઉલ્લેખનીય છે કે આ અત્યંત મહત્વના હુકમ મારાગેટ હાઈકોર્ટે સિનિયર સીટીઝન મહિલાઓને અદાલતના તિરસ્કાર બદલ દોષિત જાહેર કર્યા હતા અને છ મહિનાની જેલ થાય તેમ ઠરાવ્યું હતું.
પરંતુ તેઓની ઉમંરને ધ્યાનમાં લઇને તેઓને જેલમાં મોકલવાનું ટાળ્યુ હતુ પરંતુ તેઓની પર સબક સમાન દંડ લાદયો હતો. હાઇકોર્ટે સિનિયર સીટીઝન મહિલાઓને એક લાખનો દંડ ફટકાર્યો, તેમાંથી 50 હજાર અરજદારને ચૂકવી આપવા હુકમ કર્યો હતો અને બાકીની રકમ કાનૂની સેવા સત્તામંડળમાં જમા રાખવા હુકમ કર્યો હતો.
કેસની વિગતો મુજબ હાઇકોર્ટ અરજદાર દિનેશભાઇ પરમાર દ્વાર દાખલ કરવામાં એક અદાલતના તિરસ્કરના કેસની સુનાવણી કરી રહી હતી. આ ચાર સિનિયર સીટીઝન મહિલાઓએ હાઇકોર્ટના મિલકત બાબતના યથાવત સ્થિતિ જાળવી રાખવાના હુકમનો સરેઆમ ભંગ કર્યો હતો અને કેટલાક વ્યકિતઓ સાથે મળી રૃ.12 કરોડમાં વિવાદીત મિલ્કત વેચાણ કરાર કર્યો હતો અને તે પેટે રૃ.ચાર કરોડ, 15 લાખ જમા મેળવ્યા હતા અને ત્રાહિત હક્કો ઉભા કર્યા હતા.
આ સિનિયર સીટીઝન મહિલાઓ અનુક્રમે 65,70,81 અને 83 વર્ષની છે. કેસની વિગતો જોઈને હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને કસૂરવાર સિનિયર સીટીઝન મહિલાઓની વર્તણૂંક અને અદાલતી અવમાનના બદલ ગંભીર શબ્દોમાં આલોચના કરી હતી.
હાઇકોર્ટે કસૂરવાર સિનિયર સીટીઝન મહિલાઓ તરફથી તેઓ સ્ટેટસ કવોના હુકમથી વાકેફ ન હતા અને વેચાણ કરારને લઇ તેઓ અજાણ અને નિર્દોષ છે એ મતલબની કરાયેલી દલીલને ફગાવી દેવામાં આવી હતી.
હાઇકોર્ટે સંબંધિત એન્ટ્રીઓનો ઉલ્લેખ કતાં જણાવ્યું કે, આ એન્ટ્રીઓ વેચાણ કરારના પાના નંબર-31 પર દેખાય છે અને તેથી પ્રતિવાદી સિનિયર સીટીઝન મહિલાઓ પોતાની જાતને નિર્દોષ કે અજ્ઞાાનતા ધરાવતા હોવાનો બચાવ રજૂ કરી શકતા નથી.
જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે નોંધ્યું હતું કે, પ્રતિવાદી સિનિયર સીટીઝન મહિલાઓ દ્વારા અદાલતના હુકમના ભંગ કે તેની અવમાનના બદલ કોઇ માફી પણ માંગી નથી કે, હાઇકોર્ટના હુકમની ઉપરવટ જવા બદલ કોઇ પસ્તાવો પણ વ્યકત કર્યો ન હતો, માત્ર જયારે આ કેસ ચાલવા પર આવ્યો અને ચાર્જ ફ્રેમની તારીખ નક્કી થઇ.
ત્યારે છેક ફેબ્રુઆરી-2025માં આ મહિલાઓએ માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્ટાનું આ પ્રતિવાદી સિનિયર સીટીઝન મહિલાઓએએ ખંડપીઠ સમક્ષ તેમ જ સુપ્રીમકોર્ટ સમક્ષ જોરદાર લડત આપી હતી અને અનેક વખત આ મામલામાં કેસને મુલત્વી રાખવાનો પ્રયાસ થયો હતો. ત્યારબાદ હાઇકોર્ટે ઉપરોક્ત આદેશ કર્યો હતો.