Melbourne તા.12
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટની 150મી વર્ષગાંઠ પર 11 થી 15 માર્ચ 2027 દરમિયાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે આ ઐતિહાસિક મેચ MCG ખાતે પુરૂષોની ટીમો વચ્ચેની પ્રથમ ડે-નાઈટ મેચ હશે.
આ ઐતિહાસિક સ્ટેડિયમમાં 1877માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ બંને ટીમો વચ્ચે શતાબ્દી ટેસ્ટ મેચ પણ 1977માં MCG ખાતે યોજાઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ આ બંને મેચ 45 રનના સમાન માર્જિનથી જીતી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ટોડ ગ્રીનબર્ગે કહ્યું, ’ટેસ્ટ ક્રિકેટની 150મી વર્ષગાંઠના અવસર પર MCGમાં એક મોટી મેચનું આયોજન કરવામાં આવશે.’