મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા નિર્દોષ નાગરીકોના મોત થયા હતા જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં આરોપી જયસુખભાઈ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા હતા જેમાં મોરબી જીલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ હતો તે પ્રતિબંધ આજે હટાવી લેવામાં આવ્યો છે
ઓક્ટોબર ૨૦૨૨ માં મોરબીનો ઝૂલતો પુલ તૂટી જતા બાળકો, મહિલાઓ સહીત ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા જે અંગે પોલીસે ફરિયાદ નોંધી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહીતના ૧૦ આરોપીઓને ઝડપી લીધા હતા આરોપીઓ ઝડપાયા બાદ જયસુખભાઈ પટેલે જામીન મેળવ્યા હતા શરતોને આધીન કોર્ટે જામીન અરજી મંજુર કરી હતી જેમાં એક શરત તેઓ મોરબી જીલ્લામાં પ્રવેશ કરી સકે નહિ તેવી પણ હતી આજે કેસની મુદત હોવાથી આરોપી જયસુખ પટેલ દ્વારા વકીલ મારફત જામીનની શરત રદ કરવા અરજી કરી હતી અને આરોપી પક્ષની દલીલોને સાંભળી કોર્ટે જયસુખભાઈ પટેલને રાહત આપતા જામીનની શરત રદ કરી છે જેથી હવે તેઓ મોરબી જીલ્લામાં પ્રવેશ કરી શકશે તેમજ કેસની આગામી મુદત ૧૫ એપ્રિલની પડી છે જેથી વધુ સુનાવણી ૧૫ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે