Vadodara,તા.11
આજવા સરોવર ખાતે 50 એમએલડી ક્ષમતાના પોન્ટુંન સિસ્ટમ બેસાડી કાર્યરત કરવાના ડિઝાઇન સહિત પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સના કામ કરવા માટે અંદાજિત ભાવ રૂ.25.34 કરોડ કરતાં 6.83% વધુ રૂ.27.07 કરોડના કામને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ રજૂ કરાયું છે.
પૂર્વ તથા દક્ષિણ વિસ્તારને પાણી પુરવઠો પૂરો પાડી શકાય તે માટે આજવા સરોવર ખાતેથી નિમેટા સુધી અંદાજે 8 કિ.મી. લંબાઈની 750 મી.મી. ડાયાની અંદાજે 930 વર્ષ જૂની સીઆઈ લાઈનને બદલી નવીન 1524 મી.મી. ડાયાની પાઈપ લાઈન નાંખવાની તેમજ નિમેટા ખાતે 50 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.
નિમેટા ખાતે વર્ષ 1953માં બનાવવામાં આવેલ 45 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલમાં કાર્ય૨ત છે. પ્લાન્ટ અંદાજે 70 વર્ષ કરતાં પણ વધુ સમયથી કાર્ય૨ત હોઈ પ્લાન્ટના સીવીલ સ્ટ્રકચરમાં મોટા પ્રમાણમાં લીકેજ જણાય છે. જૂની પદ્ધતિના વાલ્વનું રીપેરીંગ થઈ શકે તેમ ન હોઈ, તેનાં સ્થાને નવિન 75 MLD ક્ષમતાનો WTP તથા બીજા ફેઝમાં નિમેટાથી વડોદરા શહેર સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી અંદાજે 1 કિ.મી. લંબાઈની 130 વર્ષ જુની પાણીની લાઈનને બદલી 1500 મી.મી. ડાયાની નવીન પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. નિમેટા ખાતે બની રહેલ નવિન 50 MLD અને 75 MLDનાં WIP’માં આજવા સરોવર ખાતેનાં નવિન પોન્ટુન મારફત પાણી મેળવવાનું અનિવાર્ય જણાતાં આજવા સરોવર ખાતે એપ્રિલ- 2019માં કરવામાં આવેલ સામેલ હાઇડ્રોગ્રાફિક સર્વે રિપોર્ટ પ્રમાણે મહત્તમ બેક લેવલ 57.50 મીટર સુધીનું મળી રહે તે સ્થાને 150 MLD ક્ષમતાનાં પોન્ટુન સિસ્ટમ બેસાડી શકાય તેમ છે. પોન્ટુન કાર્યરત થતાં દૈનિક એક ગણતરી મુજબ એક મહિનામાં આજવા સરોવરનું અંદાજીત મહતમ 02 (બે) ફૂટ જેટલું પાણીનું લેવલ ઘટશે જેથી નર્મદા કેનાલમાંથી 120 કયુસેક ફલો રેટ પ્રમાણેનું પાણી મેળવવું આવશ્યક બનશે. આજવા સરોવર ખાતે 150 MLD ક્ષમતાનાં પોન્ટુન બેસાડી કાર્યરત કરવાનાં ડિઝાઈન, કન્સ્ટ્રકશન, સપ્લાય, ઈરકશન, ટેસ્ટીંગ, કમિશનિંગ તથા પાંચ વર્ષનાં સંચાલન અને નિભાવણી કરવા સહનાં કામે આવેલ ઇજારદારમે. એકવા મશીનરીનાં અંદાજીત ભાવ રૂ.25,34,41,354/- ક૨તાં 6.83% વધુ રૂ.27,07,65,000નાં ભાવપત્રકને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.